×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્પેસ ટુરિઝમમાં સર્જાયો ઈતિહાસઃ Space Xએ સામાન્ય નાગરિકોને 3 દિવસ માટે મોકલ્યા અંતરિક્ષમાં


- આ મિશનની કમાન 38 વર્ષીય ઈસાકમૈનના હાથમાં છે. તેઓ પેમેન્ટ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ છે. 

નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

બિઝનેસમેન એલન મસ્કની કંપની Space Xનું પહેલું ઓલ સિવિલિયન ક્રૂ બુધવારે રાતે અંતરિક્ષ તરફ રવાના થઈ ગયું હતું. કંપનીએ પહેલી વખત 4 સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ મિશનને ઈન્સપિરેશન 4 નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ધરતીની કક્ષામાં જનારૂં આ પ્રથમ નોન પ્રોફેશનલ એસ્ટ્રોનોટ્સ ક્રૂ છે. અંતરિક્ષમાં જનારા ચારેય યાત્રી ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા અંતરિક્ષમાં રવાના થયા છે. તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી 160 કિમી ઉંચી ઉચ્ચ કક્ષાએથી વિશ્વની પરિક્રમા કરતા કરતા અંતરિક્ષમાં 3 દિવસ વિતાવશે. ત્યાર બાદ સ્પેસક્રાફ્ટ ફરી પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરશે અને ફ્લોરિડાના કિનારેથી નીચે પડી જશે. 

ઈસાકમૈનના હાથમાં કમાન

આ મિશનની કમાન 38 વર્ષીય ઈસાકમૈનના હાથમાં છે. તેઓ પેમેન્ટ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ છે. તેમણે 16 વર્ષની ઉંમરે આ કંપનીની શરૂઆત કરી હતી. આ સ્પેસએક્સના સંસ્થાપક એલન મસ્કની અંતરિક્ષ પર્યટનની વિશ્વમાં પહેલી એન્ટ્રી છે. તેના પહેલા બ્લુ ઓરિજિન અને વર્જિન સ્પેસ શિપએ પણ પ્રાઈવેટ સ્પેસ ટુરિઝમની શરૂઆત કરીને ઉડાન ભરી હતી. 

ઈસાકમૈન ઉપરાંત આ ટ્રિપમાં હેયલી આર્કેનો પણ છે. 29 વર્ષીય હેયલી કેન્સર સર્વાઈવર છે. તે સેન્ટ જૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટેન્ટ છે. મિશનને લીડ કરી રહેલા ઈસાકમૈને હોસ્પિટલને 100 મિલિયન ડોલરની રકમ દાનમાં આપવાનું વચન આપ્યું છે. તેઓ આ મિશન દ્વારા વધુ 100 મિલિયન ડોલર એકઠા કરવા માગે છે. 

તે બંને સિવાય અમેરિકી એરફોર્સના પાયલટ રહી ચુકેલા ક્રિસ સેમ્બ્રોસ્કી અને 51 વર્ષીય શોન પ્રોક્ટર પણ યાત્રામાં સામેલ છે. પ્રોક્ટર એરિઝોનાની એક કોલેજમાં ઝિયોલોજીના પ્રોફેસર છે. હેયલી અંતરિક્ષમાં જનારી સૌથી ઓછી ઉંમરની અમેરિકી નાગરિક છે. 

નાસાના ફ્લોરિડા સ્થિત કૈનેડી સ્પેસ રિસર્ચ સેન્ટર ખાતેથી ફાલ્કન-9 રોકેટે ઉડાન ભરી હતી. આ વખતે ડ્રેગન કૈપ્સ્યુલ 357 મીલ એટલે કે, 575 કિમીની ઉંચાઈએ પૃથ્વીની કક્ષામાં પહોંચશે. તે હબલ સ્પેસ ટેલિસ્કોપથી આગળ છે.