×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોરોનાના નવા ૨૮૫૯૧ કેસો, વધુ ૩૩૮ લોકોનાં મોત



(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૨

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૫૯૧ નવા કેસો નોંધવામાં આવ્યા છ. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૨,૩૬,૯૨૧  થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ ૯૭.૫૧ ટકા થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. 

જો કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે વધુ ૩૩૮ લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪,૪૨,૬૫૫ થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા  ઘટીને ૩,૮૪,૯૨૧ થઇ ગઇ છે.  જે કુલ કેસોના ૧.૧૬ ટકા થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ૬૫૯૫ કેસોનો ેઘટાડો થયો છે. 

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૧૫,૩૦,૧૨૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૪,૧૮,૦૫,૮૨૯ થઇ ગઇ છે.  દૈનિક પોઝિટિવ રેટ ૧.૮૭ ટકા રહ્યો છે. જે છેલ્લા ૧૩ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૨.૧૭ ટકા રહ્યો છે. જે છેલ્લા ૭૯ દિવસથી ત્રણ ટકાની નીચે રહ્યો છે. 

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૩૮  લોકોના મોત થયા છે. જે પૈકી ૧૮૧ મોત કેરળમાં અને ૩૫ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૪૨,૬૫૫  લોકોનાં મોત થયા છે. જે પૈકી સૌૈથી વધુ ૧,૩૮,૦૯૬  મોત મહારાષ્ટ્રમાં થયા છે.  

આ સાથે કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૭૪ કરોડને પાર થઇ ગઇ છે. છ રાજ્યો સિક્કિમ, દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ અને લક્ષદ્દીપમાં તમામ પુખ્ત વયના લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.