×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ind vs Eng 5th Test Match: આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નહીં રમાય પાંચમી ટેસ્ટ મેચ, બોર્ડનો નિર્ણય


- ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના 3 સદસ્ય ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

શુક્રવારથી માંચેસ્ટર ખાતે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ટાળી દેવામાં આવી છે. બંને દેશના બોર્ડે આંતરિક સમજૂતીથી આ નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચ એક અથવા તો બે દિવસ માટે ટાળી દેવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના 3 સદસ્ય ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ બધા વચ્ચે ટીમમાં કોરોનાનો વધુ એક નવો કેસ સામે આવ્યો હતો. આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર પણ પાંચમી ટેસ્ટ મેચ પહેલા કોવિડ-19થી સંક્રમિત આવ્યો હતો. 

ગત રોજ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓનો કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ બંને બોર્ડે મેચને નિર્ધારિત સમય એટલે કે શુક્રવારથી શરૂ કરવા સહમતી દર્શાવી હતી. જોકે બંને બોર્ડ વચ્ચે ફરીથી વાતચીત થઈ તેમાં અંતિમ ટેસ્ટ મેચ ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.