×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાયુસેનાને મળી MRSAM મિસાઈલ સિસ્ટમ, 70 KMના પરિઘમાં બધું જ કરી શકશે તબાહ


- આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ઈઝરાયલની IAIએ મળીને તૈયાર કરી

નવી દિલ્હી, તા. 10 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

ભારત અને ઈઝરાયલને ડિફેન્સ સેક્ટરમાં પોતાની શક્તિ વધારવામાં મહત્વની સફળતા મળી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (MRSAM)ના પહેલા યુનિટને જેસલમેર ખાતે વાયુસેના યુનિટમાં સામેલ કરી હતી. આ મિસાઈલ 70 કિમીના પરિઘમાં દુશ્મનને ઢેર કરવા માટે સક્ષમ છે. સિસ્ટમમાં એડવાન્સ રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ, મોબાઈલ લોન્ચર અને રેડિયો ફ્રિક્વન્સી સીકરની સાથે ઈન્ટરસેપ્ટર પણ છે. આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ઈઝરાયલની IAIએ મળીને તૈયાર કરી છે. તેમાં ભારત અને ઈઝરાયલની અન્ય ડિફેન્સ કંપનીઓ પણ સામેલ છે. MRSAMનો ઉપયોગ ભારતની ત્રણેય સેનાઓ અને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ કરશે. 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, 'વાયુસેનાને MRSAM સોંપવાની સાથે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવાની દિશામાં મોટી છલાંગ લગાવી છે. આ એર ડિફેન્સ સિસ્ટમ ગેમ ચેન્જર સાબિત થશે.' 

રાજનાથ સિંહે જણાવ્યું કે, 'આજે ગ્લોબલ સિનેરિયો ખૂબ જ ઝડપથી અને અનપેક્ષિત રીતે બદલાઈ રહ્યો છે. તેમાં દેશોના આપસી સમીકરણ પણ પોતાના હિત પ્રમાણે ઝડપથી બદલાઈ રહ્યા છે. ભલે સાઉથ ચાઈના સી હોય કે ઈંડો-પેસિફિક હોય કે પછી મધ્ય એશિયા હોય, દરેક જગ્યાએ અનિશ્ચિતતાની સ્થિતિ જોઈ શકાય છે. બદલાઈ રહેલા જિયો-પોલિટિક્સનો પ્રભાવ ટ્રેડ, ઈકોનોમી, પાવર પોલિટિક્સ અને તેના આધાર પર સિક્યોરિટી સિનેરિયો પર પણ જોઈ શકાય છે. આવી સ્થિતિમાં આપણી સુરક્ષાની મજબૂતી અને આત્મનિર્ભરતા એક ઉપલબ્ધિ ન રહીને જરૂરિયાત બની જાય છે.'

MRSAM સિસ્ટમ દ્વારા સામેથી આવી રહેલા કોઈ પણ ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, યુએવી, સબ સોનિક અને સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને તબાહ કરી શકાશે. આ મિસાઈલ 70 કિમીના પરિઘમાં આવતા અનેક ટારગેટ તબાહ કરવા માટે સક્ષમ છે. આ મિસાઈલ સ્વદેશી તકનીક પર આધારીત રોકેટ મોટરની મદદથી સંચાલિત થાય છે.