×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PAK સરહદ પાસે ઉતર્યા સુખોઈ-જગુઆર, યુદ્ધની સ્થિતિમાં કામ આવનારી એર સ્ટ્રિપની શરૂઆત


- વાયુસેના છેલ્લા કેટલાક સમયથી સતત દેશના અલગ-અલગ વિસ્તારોમાં નેશનલ હાઈવે પર આ પ્રકારના એર સ્ટ્રિપ બનાવવા પર ફોકસ કરી રહી છે

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

રાજસ્થાનના જાલૌરમાં ગુરૂવારે બાડમેર હાઈવે પર સ્પેશિયલ એર સ્ટ્રિપની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં તેની શરૂઆત કરવામાં આવી. ખાસ વાત એ છે કે, બંને મંત્રીઓ પણ વાયુસેનાના સ્પેશિયલ વિમાન દ્વારા આ એર સ્ટ્રિપ પર જ આવ્યા હતા. 

પાકિસ્તાનની સરહદથી થોડે જ દૂર આવેલી આશરે 4 કિમી લાંબી એર સ્ટ્રિપ પર વાયુસેનાના ફાઈટર પ્લેન લેન્ડ કરી શકશે. ગુરૂવારે ત્યાં રનવે પર સુખોઈ ફાઈટર પ્લેન ફ્લાઈપાસ કરશે અને સાથે જ જગુઆર અને એરફોર્સના અન્ય વિમાન પણ તે દરમિયાન ત્યાં જોવા મળશે. 

ખાસ વાત એ છે કે, આ એર સ્ટ્રિપ ભારત-પાકિસ્તાન સરહદ પાસે જ છે માટે ભવિષ્યમાં વ્યૂહાત્મક રીતે પણ તે ખૂબ મહત્વની બની રહેશે. હાઈવે પર આ પ્રકારની એર સ્ટ્રિપની અનેક મહત્વની ભૂમિકાઓ હોય છે. ત્યાં આશરે 4 એરક્રાફ્ટને પાર્ક કરવાની સુવિધા પણ હશે. 

વાયુસેના છેલ્લા કેટલાક સમયથી સતત દેશના અલગ-અલગ વિસ્તારોમાં નેશનલ હાઈવે પર આ પ્રકારના એર સ્ટ્રિપ બનાવવા પર ફોકસ કરી રહી છે. આ પહેલો નેશનલ હાઈવે છે જ્યાં આ પ્રકારની એર સ્ટ્રિપ તૈયાર થઈ છે. આના પહેલા ઉત્તર પ્રદેશના આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર પણ સુખોઈ લેન્ડ કરી ચુક્યું છે.