×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાની અભિનેત્રી સબા કમર વિરૂદ્ધ અરેસ્ટ વોરન્ટ, મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરવાનો આરોપ


- સબાએ બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તે ઈરફાન ખાન સાથેની ફિલ્મ હિંદી મીડિયમમાં જોવા મળી હતી

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

પાકિસ્તાન કોર્ટે પાકિસ્તાની અભિનેત્રી સબા કમર વિરૂદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું છે. લાહોર ખાતે આવેલી એક ઐતિહાસિક મસ્જિદમાં ડાન્સ વીડિયો શૂટ કરવાના આરોપસર આ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. સબા કમર અને સિંગર બિલાલ સઈદ કોર્ટની સુનાવણીમાં હાજર ન રહ્યા એટલે લાહોરની મેજિસ્ટ્રિયલ કોર્ટે જમાનતી વોરન્ટ બહાર પાડ્યું. હવે કોર્ટે 6 ઓક્ટોબર સુધી સુનાવણી સ્થગિત કરી દીધી છે. 

શું છે કેસ?

લાહોર પોલીસે ગત વર્ષે સબા કમર અને બિલાલ સઈદ વિરૂદ્ધ પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 295 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. સબા અને બિલાલ પર ડાન્સ વીડિયો શૂટ કરીને લાહોરની મસ્જિદ વજીર ખાન કથિત રીતે અપવિત્ર કરવાનો આરોપ છે. એફઆઈઆર પ્રમાણે બંને કલાકારોએ મસ્જિદમાં એક ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો જેને લઈ ભારે વિવાદ થયો હતો. પંજાબ સરકારે મસ્જિદની પવિત્રતાના ઉલ્લંઘનના આરોપસર 2 સીનિયર ઓફિસર્સને પણ બરતરફ કરી દીધા હતા. 

સબાની સ્પષ્ટતા

વિવાદ વકર્યા બાદ સબા કમર અને બિલાલ સઈદે તે માટે માફી માગી હતી. સબાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તે એક મેરેજ સીનવાળો મ્યુઝિક વીડિયો હતો. તેના શૂટિંગ દરમિયાન કોઈ પણ પ્રકારના પ્લેબેક મ્યુઝિકનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો. ના તેને મ્યુઝિક ટ્રેકમાં એડિટ કરવામાં આવેલો. 

ઉલ્લેખનીય છે કે, સબાએ બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તે ઈરફાન ખાન સાથેની ફિલ્મ હિંદી મીડિયમમાં જોવા મળી હતી. તે ફિલ્મને લોકોની ખૂબ જ પ્રશંસા મળી હતી.