×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હું જન્મથી નહીં પણ મજબૂરીથી ભારતીય છું, છાશવારે ભારત સામે વિરોધ દર્શાવતા હતા ગિલાની

જમ્મુકાશ્મીર,તા.2 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

જમ્મુ કાશ્મીરના કટ્ટરપંથી ભાગલાવાદી નેતા અને હુરિયતના પૂર્વ પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાનીનુ 91 વર્ષની વયે મોત થયુ છે.

ગિલાની સતત ભારત સામે ઝેર ઓકવા માટે કુખ્યાત હતા અને છાશવારે તે્મણે ભારત વિરોધી નિવેદન આપ્યા હતા. વિચિત્રતા એ છે કે, મોત બાદ તેમને ભારતની જ માટીમાં દફન થવુ પડ્યુ છે.

2015માં તેમણે કહ્યુ હતુ કે, હું મજબૂરીથી ભારતીય છું, જન્મથી નહીં. બોલીવૂડ સ્ટાર સલમાનખાન સામે પણ તેમણે નિવે્દન આપ્યુ હતુ. સલમાનખાને જમ્મુ કાશ્મીરમાં થીયેટરો ખોલવા માટે કહ્યુ હતુ અને તેમ સમયે ગિલાનીએ કહ્યુ હતુ કે, બોલીવૂડના લોકો પોતાના ફાયદા માટે વિચારે છે પણ તેમને જમીની હકકીત ખબર જ નથી હોતી.

જોકે કિલાનીને જ્યારે વિદેશ જવા માટે પાસપોર્ટની ઔપચારિકતા પૂરી કરવી પડી હતી ત્યારે તેમને પોતાને ભારતીય હોવાનુ દર્શાવવુ પડ્યુ હતુ. પાસપોર્ટમાં રાષ્ટ્રીયતા દર્શાવવાની કોલમમાં ગિલાનીએ ભારતીય શબ્દ લખવો પડ્યો હતો. પાસપોર્ટ ઓફિસમાં અધિકારી સમક્ષ પોતાને ભારતીય ગણાવ્યા બાદ ગિલાનીએ બહાર આવીને પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. બહાર આવીને ગિલાનીએ કહ્યુ હતુ કે, હું તો જન્મથી ભારતીય નથી પણ મજબૂરીમાં ભારતીય છું.