×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાનની મદદ લઈને ખુરાસાનનો ખાત્મો કરશે અમેરિકા, નહીં અટકે આ એરસ્ટ્રાઈક


- અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ભવિષ્ય શું હશે તેનો અત્યારથી કોઈ અંદાજો ન લગાવી શકાય

નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર, 2021, ગુરૂવાર

અમેરિકાએ ભલે અફઘાનિસ્તાન છોડી દીધું હોય પરંતુ તે હજુ પણ ત્યાં આતંકવાદીઓ વિરૂદ્ધ પોતાની એક્શન ચાલુ રાખશે. અમેરિકી સેનાના ઓફિસરે જણાવ્યું કે, આગામી દિવસોમાં જરૂર પડશે તો અમેરિકા આતંકવાદીઓ વિરૂદ્ધ એરસ્ટ્રાઈક કરી શકે છે. ખાસ વાત એ છે કે, ઓફિસરના કહેવા પ્રમાણે અમેરિકા આ કામ માટે તાલિબાનનો સાથ લઈ શકે છે. 

અમેરિકી સેનાના જનરલ માર્ક મિલીના કહેવા પ્રમાણે અમેરિકા અફઘાનિસ્તાનમાં ઉપસ્થિત ઈસ્લામિક આતંકવાદીઓ વિરૂદ્ધ એરસ્ટ્રાઈક કરી શકે છે. ભવિષ્યમાં તાલિબાન સાથે સહયોગ સાધીને પણ તેવું કરવામાં આવી શકે છે. માર્ક મિલીએ જણાવ્યું કે, તાલિબાન એક ક્રૂર સંગઠન છે અને તે હજુ પણ દશકાઓ પહેલા હતું તેવું જ છે. જોકે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું ભવિષ્ય શું હશે તેનો અત્યારથી કોઈ અંદાજો ન લગાવી શકાય. આગામી થોડા સમય સુધી અફઘાનિસ્તાન અને તાલિબાન પર નજર રાખવી પડશે. 

અમેરિકી સેનાના ઓફિસરના કહેવા પ્રમાણે તાજેતરમાં અમેરિકાએ જ્યારે લાખો લોકોનું રેસ્ક્યુ કર્યું તે સમયે અમેરિકા અને તાલિબાન વચ્ચે પ્રોફેશનલ સંબંધો રહ્યા. કારણ કે, તાલિબાને અમેરિકી નાગરિકો માટે એરપોર્ટ સુધીનો સેફ પેસેજ તૈયાર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું તે પહેલા પણ ISIS-K વિરૂદ્ધ એરસ્ટ્રાઈક કરી હતી. ISIS-Kએ કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો જેમાં 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા.