×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકા પાસે અફઘાનિસ્તાન છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો, જો બાઈડને કર્યુ દેશને સંબોધન

નવી દિલ્હી,તા.1 સપ્ટેમ્બર 2021,બુધવાર

અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ બોલાવી લીધા બાદ જો બાઈડને અમેરિકાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં અમેરિકાનુ મિશન સફળ રહ્યુ છે અને અમેરિકા પાસે કાબુલ છોડયા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં અમેરિકાએ જે કામગીરી કરી છે તે ગર્વની વાત છે.અમેરિકાની હાજરીમાં અફઘાનિસ્તાનમાં શાંતિ રહી હતી.અફઘાનિસ્તાનમાં હવે યુધ્ધ ખતમ થઈ ગયુ છે. સેના પાછી બોલાવવાના નિર્ણયની હું જવાબદારી સ્વીકારૂ છું.ઘણા લોકો કહે છે કે, આ નિર્ણય બહુ વહેલા લેવાનો હતો પણ જો એવુ કર્યુ હોત તો ત્યાં અરાજકતા ફેલાત.

બાઈડને કહ્યુ હતુ કે, હું કહેવા માંગુ છું કે, જે પણ અમેરિકાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે અથવા તો અમારા સાથી દેશો સામે આતંકવાદ ફેલાવવામાં સામેલ થશે તેને અમે ચેનથી બેસવા નહીં દઈએ.કાબુલ છોડવા સિવાય અમેરિકા પાસે બીજો વિકલ્પ હતો નહીં.અમેરિકન હિતોની રક્ષા કરવા માટે અમે કાબુલ છોડયુ છે. અમે અફઘાનિસ્તાનમાં ત્રણ લાખ સૈનિકોને ટ્રેનિંગ આપી હતી. લાખો કરોડો ડોલરનો ખર્ચ કર્યો હતો અને હવે જંગ આગળ લંબાવવાની ઈચ્છા નથી.અમેરિકા માટે આ મિશન મોંઘુ સાબિત થયુ છે. અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા અને તેના કારણે અફઘાનિસ્તાનમાં અરાજકતા વધી હતી.

તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તામાં અમે ચીન સાથે સ્પર્ધા કરવા માંગાત નથઈ અને અમે નવતરી રીતે આગળ વધવા માંગીએ છે. જોકે અફઘાની લોકોની મદદ માટે અમેરિકા તૈયાર રહેશે .