×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાને કાબુલ એરપોર્ટના 3 દરવાજા કબજે કર્યા, ફ્લાઇટ પર પણ પ્રતિબંધ મુકાયો


કાબુલ, તા. 30 ઓગસ્ટ 2021 સોમવાર

અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટની બહાર થયેલા આતંકી હુમલાનો જવાબ ભલે અમેરિકાએ ડ્રોન હુમલાથી આપી દીધો હોય પરંતુ તાલિબાનનો ડર સતત વધતો જઈ રહ્યો છે. અમેરિકા અને ગઠબંધન દળોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ્સનુ નિયંત્રણ તાલિબાનને સોંપી દીધુ છે. જે બાદ એરપોર્ટ ખાલી કરાવવાનુ કામ તાલિબાન લડવૈયાઓએ શરૂ કરી દીધુ છે.

રવિવારે આ અંગે માહિતી આપતા ગ્રુપના ઓફિસર ઈનહામુલ્લાહ સામાનગનીએ કહ્યું કે, હવે અમેરિકી સૈનિકોનુ એરપોર્ટના એક નાના ભાગ પર નિયંત્રણ છે, જેમાં એક એવો વિસ્તાર પણ સામેલ છે જ્યાં એરપોર્ટની રડાર સિસ્ટમ સ્થિત છે.

અધિકારીએ જણાવ્યુ કે તાલિબાને લગભગ બે અઠવાડિયા પહેલા એરપોર્ટ મેન ગેટ પર વિશેષ દળની એક યુનિટ તૈનાત કરી હતી. જે એરપોર્ટની સુરક્ષા અને તકનીકી જવાબદારી સંભાળવા માટે તૈયાર હતા.

26 ઓગસ્ટે થયો હતો હુમલો

યુએસે તાલિબાનને એરપોર્ટના ગેટનુ નિયંત્રણ એવા સમયે સોંપ્યુ છે જ્યારે કેટલાક દિવસ પહેલા 26 ઓગસ્ટે ISIS-K આતંકવાદીઓએ સુવિધાના પૂર્વી ગેટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં 170 અફઘાન અને 13 અમેરિકી સૈનિક માર્યા ગયા હતા.

અગાઉ તાલિબાનના એક અધિકારીએ કથિત રીતે કહ્યુ હતુ કે ગ્રૂપના વિશેષ દળ અને તકનીકી વ્યાવસાયિકો તેમજ યોગ્ય ઇજનેરોની એક ટીમ અમેરિકી દળના ગયા બાદ એરપોર્ટના તમામ ચાર્જ લેવા માટે તૈયાર છે.