×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આજે કોરોનાનાં માત્ર 10 કેસ, 14 દર્દીઓ સાજા થયા, 149 એક્ટિવ કેસ

ગાંધીનગર, 28 ઓગસ્ટ 2021 શનિવાર

રાજ્યમાં કોરોનાનાં આજે માત્ર 10 નવા કેસ નોંધાયા છે તથા 14 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, કોરોનાને કારણે એક પણ મોત થયું નથી, તેથી કુલ મૃત્યુઆંક 10081 પર સ્થિર છે, રાજ્યમાં હાલ 149 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 147 દર્દીઓની હાલત સ્ટેબલ છે, અત્યાર સુધી કુલ 8,15,154 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, મહીસાગરમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 કોરોનાનાં કેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 19  લોકોને પ્રથમ ડોઝ અને 4602 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 73,211 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 52,664 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

આ ઉપરાંત 18-45 વર્ષનાં 2,27,450 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 74,093 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આજે રસીનાં કુલ 4,32,039 ડોઝ લગાવવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં કુલ 4,54,69,490 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

જો કે રાજ્યનાં  કેટલાક એવા જિલ્લાઓ પણ છે, આજે એક પણ કેસ નોંધાયો નથી જેમ કે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ,  ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,જુનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, અને વલસાડ જિલ્લો મુખ્ય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં કોરોના રસીકરણની કામગીરી રવિવાર 29 ઓગસ્ટ અને 30 ઓગસ્ટ એટલે કે સોમવારે તહેવારને અનુલક્ષીને બંધ રહેશે. કોરોના વેક્સિનેશન કામગીરી મંગળવાર તા 31 ઓગસ્ટ 2021થી ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે.