×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેરાલાના 14 લોકો પણ ISIS-K સાથે સંકળાયેલા, કાબુલ હુમલાની યોજનામાં સામેલ હોવાની આશંકા

કેરાલા,તા.28 ઓગસ્ટ 2021,શનિવાર

કાબુલ એરપોર્ટ બહાર બ્લાસ્ટ કરનાર આતંકી સંગઠન ISIS-K સાથે કેરાલાના 14 લોકોનુ કનેક્શન બહાર આવ્યુ છે. તેઓ પણ આ હુમલાની યોજનામાં સામેલ હોવાની શંકા છે.

તાલિબાને કાબુલ પર કબ્જો જમાવ્યા બાદ આ 14 લોકોને બગરામ જેલમાંથી બીજા કેદીઓની સાથે છોડી દીધા હતા. તેમણે 26 ઓગસ્ટે કાબુલમાં તુર્કીની એમ્બેસીની બહાર વિસ્ફોટની યોજના પણ બનાવી હતી. જોકે તે યોજના નાકામ કરી દેવાઈ હતી.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ હક્કાની નેટવર્કના નિયત્રણમાં છે. ISIS-K અને હક્કાની નેટવર્ક સાથે સાથે કામ કરી ચુકયા છે. પાકિસ્તાન સીમા સાથે જોડાયેલા નાગરહાર પ્રાંતમાં  ISIS-K સક્રિય છે.

કેરાલના આ 14 લોકો પૈકી એક વ્યક્તિએ પોતાના ઘરનો સંપર્ક કર્યો છે. બાકીના 13  ISIS-Kના સભ્યો સાથે કાબુલમાં છે. આ તમામ વ્યક્તિઓ 2014માં સિરિયામાં તેમજ ઈરાકમાં  સક્રિય  ISIS-Kમાં સામેલ થવા માટે કેરાલા છોડીને મિડલ ઈસ્ટમાં જતા રહ્યા હતા. તેઓ થોડા સમય પહેલા અફઘાનિસ્તાનના નાગરહાર પ્રાંતમાં આવી ગયા હતા.

ભારત સરકારને એ વાતની ચિંતા છે કે, તાલિબાન અને તેના સહયોગી આ લોકોનો ઉપયોગ ભારતની ઈમેજને નુકસાન પહોંચાડવ માટે કરશે.ઉલ્લેખનીય છે કે, કાબુલ એરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી  ISIS-K સંગઠને લીધી છે. ISIS-Kની સ્થાપના 2015માં થઈ હતી અને તેણે થોડા સમયમાં અફઘાનિસ્તાનના ઘણા ગ્રામ્ય વિસ્તારો પર પોતાની પકડ જમાવી દીધી હતી. તાલિબાનનુ શાસન આવ્યુ તે પહેલા પણ તેણે સંખ્યાબંધ સ્થળોએ સરકારી સંપત્તિઓ અને બીજી સંસ્થાઓને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.