×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનઃ ઈમરાન ખાને યૌન અપરાધો માટે મોબાઈલ ફોનને ગણાવ્યો જવાબદાર, બન્યા હાંસીપાત્ર


- યુઝર્સ દ્વારા તેઓ ગુનેગારને છોડીને આ સૂરજના અજવાળામાં દરેક પર આરોપ લગાવશે સહિતની કોમેન્ટ્સ

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ, 2021, શનિવાર

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાનમાં મોબાઈલ ફોનના દુરૂપયોગના કારણે યૌન અપરાધોમાં વધારો થઈ રહ્યો છે. જોકે, આ નિવેદનને લઈ તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. 

ઈમરાન ખાને જણાવ્યું હતું કે, મોબાઈલ ફોનના દુરૂપયોગના કારણે યૌન અપરાધો વધી રહ્યા છે. આપણે આપણા બાળકોને સીરત-એ-નબીના ગુણોનું શિક્ષણ આપવાની જરૂર છે. 

તેમણે જણાવ્યું કે, પૂર્વમાં આપણા દેશમાં મહિલાઓને જે સન્માન આપવામાં આવતું હતું તે સમગ્ર વિશ્વમાં ક્યાંય નથી જોવા મળતું. પશ્ચિમમાં મહિલાઓને એ સન્માન નથી મળતું જે અહીં મળતું હતું. ઈમરાન ખાને એમ પણ જણાવ્યું કે, આવી ઘટનાઓ (14 ઓગષ્ટના રોજ મહિલા ટિકટોકર પર ટોળા દ્વારા યૌન હુમલો) બની રહી છે કારણ કે, આપણા બાળકોને યોગ્ય દિશા નથી આપવામાં આવી. 

એક ટ્વીટર યુઝર સબર્બન ડિલિકેશિયને લખ્યું હતું કે, મારા પરિવારમાં દરેક વ્યક્તિ પાસે એક મોબાઈલ ફોન છે, હવે મારે ધ્યાન રાખવું પડશે કે આ ફોન તેમાંથી કોઈ એક પર યૌન હુમલો ન કરી દે. સોહણી નામની અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તેઓ ગુનેગારને છોડીને આ સૂરજના અજવાળામાં દરેક પર આરોપ લગાવશે.