×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવતા પાક સેનાએ ખુશી વ્યક્ત કરી, ભારત વિરૂધ્ધ ઝેર ઓક્યું

ઇસ્લામાબાદ, 27 ઓગસ્ટ 2021 શુક્રવાર

પાકિસ્તાની સેનાએ શુક્રવારે અફઘાનિસ્તાન અંગે ઘણા સવાલોના જવાબ આપ્યા અને તાલિબાન માટેની પોતાની વ્યૂહરચના પણ જણાવી. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડાયરેક્ટર જનરલ બાબર ઇફ્તીખારે એક દિવસ પહેલા કાબુલમાં થયેલા હુમલા પર મૌન રહીને તાલિબાનના કબજા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેનાથી અફઘાનિસ્તાનમાં ભારતનો પ્રભાવ સમાપ્ત થશે.

બાબર ઇફ્તીખારે કહ્યું કે નવી સરકારની રચના બાદ અફઘાનિસ્તાનમાં ભારતનો પ્રભાવ ઓછો થશે. અફઘાનિસ્તાનમાં જે પણ થયું, તે અંગે આપણે સમજવું પડશે કે આમાં ભારતની ભૂમિકા શું છે. ભારતે અફઘાનિસ્તાનમાં જે પણ રોકાણ કર્યું છે તે માત્ર પાકિસ્તાનને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. તેને અફઘાનિસ્તાનના લોકો પ્રત્યે કોઈ લગાવ નથી. તેણે અફઘાન નેતાઓ અને ત્યાંની સેનાનાં મનમાં ઝેર ભરી દીધું હતું, જેથી ટીટીપી અને આઈએસ દ્વારા પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકે.

તહરીક-એ-તાલિબાને પાકિસ્તાનને આપેલી ધમકી અંગે બાબર ઇફ્તીખારે કહ્યું કે, "ટીટીપી અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરી રહ્યું છે. તાલિબાન નેતૃત્વએ કહ્યું છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ કરવા દેવામાં આવશે નહીં. અમને ખાતરી છે કે તે ટીટીપીને પાકિસ્તાન વિરૂધ્ધ કામ કરતા અટકાવાશે.