×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ દેશએ ભારતીય પ્રવાસીઓ માટે વીઝા ઓન અરાઇવલની સુવિધા હંગામી ધોરણે બંધ કરી

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2021 મંગળવાર

UAE એ ભારતથી આવનારા પ્રવાસીઓ માટે એરપોર્ટ પર તત્કાલ વીઝા આપવાની સુવિધા હાલ તુરંત મોકુફ રાખી છે, એતિહાદ એરવેઝ અનુસાર, ભારતથી આવનારા કે છેલ્લા 14 દિવસોથી ભારતમાં રહેતા યાત્રીકો માટે વીઝા ઓન એરાઇવલની સુવિધાને હંગામી ધોરણે મોકુફ રાખી છે, અત્રે ઉલ્લેખનિય છે કે 3 ઓગસ્ટથી UAE એ ભારત સહિત 6 દેશો માટે ટ્રાન્ઝિટ પ્રવાસીઓ માટે પ્રતિબંધ હટાવી દીધો હતો, ભારત ઉપરાંત તેમાં પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, નાઇજીરિયા અને યુગાન્ડાનો સમાવેશ થતો હતો.

UAE એ એવા ભારતીય પાસપોર્ટ ધારકોમને પર્યટન વીઝા પર પોતાના ત્યાં મંજુરી આપી છે, જે છેલ્લા 14 દિવસોથી ભારતની બહાર અન્ય કોઇ દેશમાં હતા, UAE એ કોરોના વાયરસ રોગચાળાથી બચાવનાં ઉપાયો હેઠળ પોતાના નાગરિકો અને ટ્રાન્ઝિટ યાત્રિકો ઉપરાંત તમામનો પોતાના દેશમાં પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે.

મિડિયા રિપોર્ટ મુજબ 14 દિવસો સુધી દેશમાંથી બહાર રહેવા પર UAE માં પ્રવેશની સુવિધા ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, નાઇજીરિયા, શ્રીલંકા અને યુગાન્ડાનાં નાગરિકોને પણ આપી છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ ટુરિસ્ટ વીઝા ધારકોને દેશમાં પહોંચવા પર અને ત્યાર બાદ 9માં દિવસે એક પોલીમેરાજ ચેઇન રિએક્સન ટેસ્ટમાંથી પસાર થવું પડશે.