×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરનાર 14 લોકોને આસામ પોલીસે જેલમાં ધકેલ્યા


નવી દિલ્હી,તા.21.ઓગસ્ટ,2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ દેશમાં કેટલાય લોકો એવા છે જેઓ ખુલીને તાલિબાનનુ સમર્થન કરી રહ્યા છે.

તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાના આરોપમાં આસામમાં અલગ અલગ વિસ્તારોમાંથી 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.શુક્રવાર રાતથી આવા લોકોને પોલીસ પકડવા માંડી હતી.તમામ આરોપીઓ પર આઈટી એક્ટ અને બીજી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આસામ પોલીસના એક અધિકારીનુ કહેવુ છે કે, પોલીસ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે અને ભડકાઉ પોસ્ટ  મુકાનારાને છોડવામાં નહીં આવે.તેમની સામે આકરી કાર્યવાહી કરાશે.આ પ્રકારની હરકતો રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન કરનારી છે.

ઉલ્લેખનીય છે કે, શાયર મુનવ્વર રાણા અને સમાજવાદી પાર્ટીના સાંસદ સહિતના લોકોએ પણ તાજેતરમાં તાલિબાનને સમર્થન આપતા નિવેદનો આપ્યા હતા.