×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શિયા સમુદાય માટે કાળ બન્યા તાલિબાન, 9 લોકોની હત્યા કરી

કાબુલ, 20 ઓગસ્ટ 2021 શુક્રવાર

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું છે કે તાલિબાનોએ ગઝનીમાં લઘુમતી હજારા સમુદાયના નવ લોકોની ક્રૂરતાપુર્વક હત્યા કરી હતી. આમાંથી 6 લોકોને ગોળી મારી દેવામાં આવી જ્યારે 3 લોકોને નિર્દયતાથી તડપાવીને મારી નાખવામાં આવ્યા. આ હત્યા કેસ ગયા મહિને હાથ ધરવામાં આવ્યો હતો.

માનવ અધિકાર સંસ્થાએ શુક્રવારે કહ્યું કે તેના સંશોધકોએ અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાં બનેલી ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી છે. કટ્ટરપંથી બળવાખોરોએ મુંદરાખટ ગામમાં 4 થી 6 જુલાઈ વચ્ચે આ હત્યાઓ કરી હતી. છ લોકોને ગોળી વાગી હતી જ્યારે અન્ય લોકોને મૃત્યું ન થાય ત્યાં સુધી પીટવામાં આવ્યા હતા. 

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના વડા એગ્નેસ કોલામાર્ડે કહ્યું કે હત્યાઓમાં આચરવામાં આવેલી નિર્દયતા તાલિબાનનાં ભૂતકાળનાં કરતુતોની યાદ અપાવે છે. આ તાલિબાન શાસન હેઠળ જોવા મળતી ભયાનક ઘટનાઓનો સંકેત છે. સંસ્થાએ કહ્યું કે આ પ્રકારની ઘણી હત્યાઓ થઇ હશે, પરંતું બહાર આવી નથી, કેમ કે તાલિબાનનાં ઘણા વિસ્તારોમાં ટેલિફોન સેવાઓને બંધ કરી દેવામાં આવી છે, જેથી  તેની તસવીરો બહાર ન આવી શકે.

આ ઉપરાંત, રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે કે તાલિબાન લડવૈયાઓએ એક અફઘાન પત્રકારનાં પરિવારના સભ્યની હત્યા કરી છે, જે જર્મન પ્રસારણકર્તા ડચ વેલે માટે કામ કરે છે. જૂથના જર્મન વિભાગનાં કાતઝા ગ્લોઝરે કહ્યું, "દુર્ભાગ્યે, આ આપણા સૌથી મોટા ભયની પુષ્ટિ કરે છે. તાલિબાનની આ ક્રૂરતા દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં સ્વતંત્ર મીડિયા કર્મીઓના જીવ ભારે જોખમમાં છે.