×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાનોનો ડર, એરપોર્ટની કાંટાળા તારની ફેન્સિંગની બીજી તરફ બાળકોને ફેંકી રહી છે અફઘાન મહિલાઓ


નવી દિલ્હી,તા.19.ઓગસ્ટ,2021

અફઘાનિસ્તામાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ ડરનો માહોલ છે અને ખાસ કરીને અમેરિકાની સેનાને અગાઉ મદદ કરનારા લોકો અને મહિલાઓમાં ડર વધારે છે.

આ સંજોગોમાં કોઈ પણ રીતે તાલિબાનથી બચવા માટે દેશ છોડવા મોટી સંખ્યામાં લોકો કાબુલ એરપોર્ટ પર પહોંચ્યા છે.એરપોર્ટની સુરક્ષા કરી રહેલા અમેરિકન અને બ્રિટિશ સૈનિકોએ એરપોર્ટની આસપાસ કાંટાળા તારની વાડ બનાવી છે.

એરપોર્ટની સિક્યુરિટી કરી રહેલા ગાર્ડસનુ કહેવુ છે કે, મહિલાઓ એરપોર્ટમાં કોઈ પણ રીતે અંદર આવવા માટે મહિલાઓ કાંટાળા તારની વાડની પેલી તરફ પોતાના બાળકોને ફેંકી રહી છે અને સૈનિકોને બાળકોને પકડવા માટે અપીલ કરી રહી છે.

એક મીડિયા રિપોર્ટમાં સુરક્ષા કરી રહેલા જવાનોના અનુભવ વર્ણવામાં આવ્યા છે.જેમાં એક બ્રિટિશ અધિકારીએ કહ્યુ હતુ કે, મહિલાઓ જે રીતે બાળકોને ફેંકી રહી છે તે જોવુ દુખદ હતુ.કેટલાક બાળકો કાંટાળા તારની વાડમાં ફસાઈ ગયા હતા.

જોકે આ સિવાય પણ કેટલાક વિડિયો વાયરલ થયા છે.જેમાં મહિલાઓને એરપોર્ટની તારની ફેન્સિંગની પેલી તરફથી રડતા રડતા એવુ કહેતા જોઈ શકાય છે કે, અમને બચાવી લો...