×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કાબુલથી ઉડાન ભરનારા અમેરિકન પ્લેનના વ્હીલ પરથી મળ્યા માનવ અંગોના અવશેષો

નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ 2021,બુધવાર

કાબુલમાં ફસાયેલા અમેરિકન ડિપ્લોમેટ્સ અને નાગરિકોને લઈને રવિવારે ઉડાન ભરનારા અમેરિકન વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર વિમાનના પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાલિબાનના કાબુલ પર કબ્જા બાદ ગમે તે ભોગે દેશ છોડવા માંગતા હજારો અફઘાનીઓ એરપોર્ટના રનવે પર ઉમટી પડ્યા હતા. આ દરમિયાનમાં અમેરિકન વાયુ સેનાના વિમાને ઉ઼ડાન ભરી ત્યારે તેના પૈડા પર પણ કેટલાક લોકો ચઢી ગયેલા નજરે પડયા હતા.

આ ઘટનાની અમેરિકન વાયુસેના સમીક્ષા કરી રહી છે અને ચોંકાવનારી વાત એ છે કે પ્લેન લેન્ડ થયા બાદ જ્યારે ચેકિંગ કરવામાં આવ્યુ ત્યારે પૈડા પરથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન વાયુસેનાનુ વિમાન ઉડાન ભરી રહ્યુ હતુ ત્યારે તેની સાથે હજારો લોકો દોડી રહ્યા હોય તેવો વિડિયો પણ વાયરલ થયો હતો. એવો અંદાજ મુકાઈ રહ્યો છે કે, ભાગદોડ દરમિયાન પડી ગયેલા અથવા ફાયરિંગના કારણે રનવે પર પડી ગયેલા લોકોના આ અવશેષો હોઈ શકે છે.

કારણકે આ ભાગદોડ થઈ ત્યારે અમેરિકન સેનાએ હવામાં ફાયરિંગ પણ કર્યુ હતુ.