×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાએ વધારી ચિંતાઃ એક જ દિવસમાં સંક્રમણના કેસમાં 10 હજારથી વધારેનો વધારો, 440 લોકોના મોત


- મંગળવારે 5 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા

નવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ, 2021, બુધવાર

દેશમાં બુધવારે કોરોનાના કેસમાં 10 હજારથી વધારેની વૃદ્ધિ નોંધાઈ જેના કારણે સામાન્ય નાગરિકો ઉપરાંત સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,178 નવા કેસ સામે આવ્યા અને 440 લોકોના મોત થયા. તે સિવાય 37,169 લોકો સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,67,415 થઈ ગઈ છે. સાથે જ દેશના કુલ મૃતકઆંકની વાત કરીએ તો તે 4,32,519 થયો છે. અત્યાર સુધીમાં કુલ 3,14,85,923 લોકો સાજા થયા છે. 

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ વેક્સિનના 55,05,075 ડોઝ આપવામાં આવ્યા અને તે સાથે જ કુલ વેક્સિનેશનનો આંકડો 56,06,52,030 થઈ ગયો છે.

મંગળવારે 25,166 નવા કેસ, 437ના મોત

મંગળવારે 5 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા હતા. દેશમાં મંગળવારે છેલ્લા 24 કલાકના 25,166 નવા કેસ નોંધાયા હતા અને 437 લોકોના મોત થયા હતા. 36,830 લોકો કોરોનાને માત આપીને સાજા થયા હતા.