×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આજે કોરોનાનાં નવા 17 કેસ નોંધાયા, કુલ 179 એક્ટિવ કેસ

ગાંધીનગર, 17 ઓગસ્ટ 2021 મંગળવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ હવે સમાપ્ત થવા તરફ છે, ધીરે-ધીરે કેસ પણ ઘટી રહ્યા છે. આજે કોરોનાનાં માત્ર 17 કેસ જ નોંધાયા છે. જ્યારે 22 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ કુલ 179 એક્ટિવ કેસ છે, જ્યારે 06 દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. તો 173 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,956 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. તેથી કુલ મૃત્યુઆંક 10,078 પર સ્થિર છે, રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, અરવલ્લીમાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 કેસનો સમાવેશ થાય છે

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,574 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,20,735 નાગરિકોને રસીનો પ્રથમ અને 71,144 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,56,150 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 40,069 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજે રસીનાં કુલ 5,92,708 ડોઝ લગાવવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં કુલ 4,12,21,618 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.