×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામ-મિઝોરમ વચ્ચે સરહદી વિવાદ ફરી વણસ્યો, જાણો ઘટના અંગે

નવી દિલ્હી, 17 ઓગસ્ટ 2021 મંગળવાર

આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલો સરહદી વિવાદ વણસી રહ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ મિઝોરમના અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે આસામ પોલીસે મંગળવારે સરહદ પર ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઇ. હાલમાં સરહદી વિસ્તારમાં તંગદીલી પ્રવર્તી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગયા મહિને જ આસામ અને મિઝોરમમાં પોલીસ દળો વચ્ચે સરહદી વિવાદને લઈને હિંસા ભડકી હતી. જેમાં આસામનાં ઓછામાં ઓછા છ પોલીસ કર્મીઓ માર્યા ગયા હતા અને તે સમયની તણાવપૂર્ણ સ્થિતીનાં કારણે થયેલા ગોળીબારમાં પોલીસ અધિક્ષક સહિત 50 અન્ય લોકો ઘાયલ થયા. અથડામણ બાદ બંને રાજ્યોના પોલીસ દળોને સરહદ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં બંને રાજ્યોની સરહદ પર CRPF તૈનાત કરવામાં આવી હતી.