×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તાલિબાનોના ખૌફની આ તસવીર, અમેરિકન વિમાનમાંથી લોકો નીચે ઉતરવા તૈયાર નહોતા

નવી દિલ્હી,તા.17 ઓગસ્ટ 2021,મંગળવાર

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાંના લોકોમાં કેટલો ડર છે તે દર્શાવતી એક તસવીર આજે વાયરલ થઈ છે.

આ તસવીર કાબુલ એરપોર્ટ પરની અને અમેરિકન વાયુસેનાના વિમાનની અંદરની છે.જેમાં જોઈ શકાય છે કે, કતાર જઈ રહેલા પ્લેનમાં 640થી વધારે લોકો વિમાનમાં બેસી ગયા છે. લોકોમાં તાલિબાનનો ડર એટલો છે કે, તેઓ ફર્શ પર બેસીને મુસાફરી કરવા માટે તૈયાર છે.

વિમાનમાં એરફોર્સના કર્મચારીઓ માટે માથા ગણવા પણ મુશ્કેલ થઈ ગયા હતા.કારણકે વિમાનની અંદર એક ઈંચ જગ્યા બાકી નહોતી. વિમાનના પાયલોટે કહ્યુ હતુ કે, આટલા મુસાફરો સાથે અમે ઉડાન ભરવા માટે તૈયાર નહોતા.કારણકે પ્લેન ઓવલોડ થવાની બીક હતી.પણ અફઘાની નાગરિકો વિમાનમાંથી નીચે ઉતરવા માટે તૈયાર નહોતા.

આખરે વિમાનના ક્રુએ તેમને નીચે ઉતારવાની જગ્યાએ ઉડાન ભરવાનો નિર્ણય કર્યો હતો. આખરે 540 જેટલા આ મુસાફરોને કતાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

ગઈકાલે કાબુલ એરપોર્ટ પર એટલી ભીડ જોવા મળી હતી કે, એરપોર્ટ બસ સ્ટેશન જેવુ લાગી રહ્યુ હતુ. લોકો કાબુલ છોડવા માટે વિમાનના પૈડા પર પણ લટકીને જવા માટે તૈયાર થઈ ગયા હતા અને આવા બે નાગરિકોનુ વિમાને ટેક ઓફ કર્યા બાદ નીચે પડવાથી મોત પણ થયુ હતુ.