×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતે પોતાના લોકોને કાબુલમાંથી સુરક્ષિત રીતે બહાર નિકાળવાની યોજના બનાવી છે: સરકાર

નવી દિલ્હી, 15 ઓગસ્ટ 2021 રવિવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવતા હવે ભારતે તેનાં સેંકડો અધિકારીઓ અને નાગરિકોને બહાર કાઢવાની આકસ્મિક યોજના બનાવી છે, તાલિબાને રવિવારે રવિવાર સવારે રાજધાની કાબુલમાં પ્રવેશ કર્યા બાદ લોકોમાં ભયનો માહોલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે સરકાર કાબુલમાં ભારતીય દુતાવાસનાં પોતાનાં કર્મચારીઓ અને ભારતીય નાગરિકોનો જીવ જોખમમાં નાખશે નહીં અને જરૂર પડ્યે ઇમર્જન્સિની સ્થિતીમાં તેમને બહાર નિકાળવાની યોજના પણ બનાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે સરકાર અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઇ રહેલા ઘટનાક્રમો પર સુક્ષ્મ નજર રાખી રહી છે, અમે કાબુલમાં સ્થિત ભારતીય દુતાવાસનાં પોતાનાં કર્મચારીઓનો જીવ જોખમમાં મુકશું નહીં, અને પરિસ્થિતીને જોતા નિર્ણય લેવામાં આવશે.

એવું મનાય છે કે ભારતીય એરફોર્સનાં સૈન્ય પરિવહન વિમાન સી-17 ગ્લોબમાસ્ટરનાં એક જથ્થાને લોકો તથા કર્મચારીઓને કાબુલમાંથી બહાર કાઢવા માટે તૈયાર રાખવામાં આવ્યું છે.