×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દોઢ કરોડ ભારતીયોએ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને સરકારની વેબસાઈટ પર અપલોડ કર્યુ

નવી દિલ્હી,તા.15 ઓગસ્ટ 2021,રવિવાર

ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે દોઢ કરતા વધારે ભારતીયોએ રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને સરકારના પોર્ટલ રાષ્ટ્રગાન ડોટ ઈન પર અપલોડ કર્યુ છે.

25 જુલાઈએ પીએમ મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશવાસીઓને રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને પોર્ટલ પર અપલોડ કરવા  માટે અપીલ કરી હતી.

એ પછી સરકારના સાંસ્કૃતિક મંત્રાલયનુ કહેવુ છે કે, ભારત અને દુનિયાભરમાં દોઢ કરોડથી વધારે ભારતીયોએ આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રગીત અપલોડ કરીને નવો રેકોર્ડ સર્જયો છે. આ ભારતની એકતા, તાકાત અને સદભાવનાનુ પરિણામ છે.

મંત્રાલયે પંદર ઓગસ્ટ સુધી લોકોને રાષ્ટ્રગીતને વેબસાઈટ પર અપલોડ કરવા માટે પ્રોગ્રામ બનાવ્યો હતો. સરકારે સ્કૂલના બાળકો માટે રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને અપલોડ કરવાનુ ફરજિયાત બનાવ્યુ હતુ.