×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમૃતસરમાં આતંકવાદી ષડયંત્ર! પૉશ કોલોનીમાંથી મળ્યો હેન્ડ ગ્રેનેડ, તપાસમાં લાગી બોમ્બ સ્ક્વોડ


- રવિવારે 15મી ઓગષ્ટ છે તેવામાં હાલ દરેક નાની વસ્તુ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને દરેક સૂચના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ, 2021, શુક્રવાર

પંજાબના અમૃતસર શહેરમાં શુક્રવારે અચાનક જ હડકંપ મચી ગયો હતો જ્યારે શહેરના પૉશ વિસ્તારમાંથી હેન્ડ ગ્રેનેડ મળવાના સમાચાર સામે આવ્યા હતા. આ અંગે જાણ થતાં જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેને નષ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

જાણવા મળ્યા મુજબ સફાઈ કર્મચારી જ્યારે તે વિસ્તારમાં સફાઈ કરી રહ્યા હતા તે સમયે આ ગ્રેનેડ જોવા મળ્યો હતો. ત્યાર બાદ તરત પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આ ઘટના અમૃતસરના પૉશ ગણાતા રંજીત એવન્યૂ ખાતે બની હતી. સૂચના બાદ ડીસીપી મુખવિંદર સિંહ ભુલ્લર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે, હેન્ડ ગ્રેનેડ જેવી એક વસ્તુ મળી છે અને તેની તપાસ ચાલુ છે. બોમ્બ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, રવિવારે 15મી ઓગષ્ટ છે. તેવામાં હાલ દરેક નાની વસ્તુ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને દરેક સૂચના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસના રોજ મોટા ભાગે આતંકવાદીઓ કોઈ અનહોની કરવા પ્રયત્ન કરતા હોય છે માટે પોલીસ સતર્ક છે.