×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એર ઈન્ડિયાની પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ બની સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા


- સમગ્ર વિશ્વમાં પોતાના દેશનું માન વધારવા માટે મને ખૂબ સન્માનની લાગણી અનુભવાઈ રહી છેઃ જોયા

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ, 2021, શુક્રવાર

જનરેશન ઈક્વલિટી અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા બનવા અંગે એર ઈન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલે જણાવ્યું કે, 'હું ખૂબ જ વિનમ્રતા સાથે આ કહેવા માંગુ છું કે, મને સંયુક્ત રાષ્ટ્ર મહિલા જેવા મંચ પર પોતાના દેશ અને એર ઈન્ડિયાના ધ્વજવાહકનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સમગ્ર વિશ્વમાં પોતાના દેશનું માન વધારવા માટે મને ખૂબ સન્માનની લાગણી અનુભવાઈ રહી છે.'

કેપ્ટન જોયા અગ્રવાલે જણાવ્યું કે, 'મેં ત્યારે સપના જોવાનું ચાલું કર્યું હતું જ્યારે હું આઠ વર્ષની હતી. હું સિતારાઓને અડવા માંગતી હતી. હું દરેક છોકરી અને મહિલાને કહેવા ઈચ્છું છું કે, પોતાની આજુબાજુના માહોલની પરવા કર્યા વગર સપના જોવાનું ચાલુ રાખો. મહેરબાની કરીને સપના જોવો અને તેને પૂરા કરવા માટે તમારી બધી જ મહેનત સમર્પિત કરી દો. હાર ન માનશો.'