×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રિટેલ મોંઘવારીનાં દરમાં ઘટાડો, જુલાઈમાં 3 મહિનાની નીચી સપાટીએ, જૂનમાં IIP 13.6%

નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર

આ વર્ષે જુલાઈમાં રિટેલ ફુગાવો 5.59 ટકા હતો. જે આ જૂન કરતાં 0.67 ટકા ઓછો છે. તે જૂન 2021 માં 6.26 અને જુલાઈ 2020 માં 6.73 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 13.6 ટકા થયું હતું જે મે મહિનામાં 29.3 ટકા હતું.

આ સાથે જ રિટેલ ફુગાવાનો દર ભારતીય રિઝર્વ બેંક (RBI) ની લક્ષ્ય શ્રેણીમાં આવી ગયો છે. સરકારી આંકડાઓ અનુસાર આ ઘટાડો ખાદ્ય પદાર્થોનાં ભાવમાં ઘટાડો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે થયો છે. સરકારે RBI ને રિટેલ ફુગાવો 2 ટકાના માર્જિન સાથે 4 ટકા પર રાખવાનો નિર્દેશ આપ્યો છે.

જુલાઈ 2021 માં ભોજનની થાળી પણ સસ્તી થઈ ગઈ. જુલાઈમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ 3.96 ટકા હતો. અત્રે ઉલ્લેખનિય છે કે જૂનમાં આ દર 5.15 ટકા હતો. ભૂતકાળમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં અર્થશાસ્ત્રીઓએ જુલાઈમાં રિટેલ ફુગાવો 5.78 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. જૂનમાં, ખાણ ઉત્પાદન 23.1 ટકા અને વીજ ઉત્પાદન 8.3 ટકા વધ્યું હતું.