×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાને પરમાણુ ક્ષમતા ધરાવતી ગઝનવી મિસાઇલનું કર્યું સફળ પરિક્ષણ, 290 કિમીની રેન્જ

ઇસ્લામાબાદ, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર

પાકિસ્તાને ગુરુવારે પરમાણુ ક્ષમતા ધરાવતી જમીનથી જમીન પર પ્રહાર કરી શકાય તેવી બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, આ મિસાઇલ 290 કિમી દૂર સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વી અને વડા પ્રધાન ઇમરાન ખાને આ સફળતા પર સેના, વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન આપ્યા છે.

સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, બેલેસ્ટિક મિસાઇલ ગઝનવીનાં સફળ તાલીમ પ્રક્ષેપણનો હેતું લશ્કરી વ્યૂહાત્મક દળ કમાન્ડની ઓપરેશનલ સજ્જતા સુનિશ્ચિત કરવા અને હથિયાર પ્રણાલીના તકનીકી પરિમાણોને ફરીથી માન્યતા પ્રદાન કરવાનો હતો.

નિવેદન અનુસાર, લશ્કરી વ્યૂહાત્મક દળ કમાન્ડના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ અલી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ આ પરિક્ષણ દરમિયાન હાજર હતા. સેનાના મીડિયા સેલના જણાવ્યા અનુસાર, મિસાઈલ ગઝનવી 290 કિમીની રેન્જ સુધી વિવિધ પ્રકારના વોર હેડ્ઝ લઇ જવાની ક્ષમતા ધરાવે છે.