×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈટાલીમાં પીસ કોન્ફરન્સ માટે મમતા બેનરજીને આમંત્રણ, પોપ ફ્રાન્સિસ હાજરી આપે તેવી શક્યતા

પશ્ચિમબંગાળ,તા.12 ઓગસ્ટ 2021,ગુરૂવાર

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીને ઈટાલીમાં યોજાનારી ઈન્ટરનેશનલ પીસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યુ છે. આ કોનફરન્સમાં ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ તેમજ જર્મનીના ચાન્સેલર એન્જેલા મોર્કેલ પણ હાજરી આપે તેવી શક્યતા છે. કોન્ફરન્સ 6 અને 7 ઓક્ટોબરે ઈટાલીના રોમમાં યોજાવાની છે.

મમતા બેનરજી એક માત્ર ભારતીય નેતા છે જેમને આ કોન્ફરન્સ માટે આમંત્રણ મળ્યુ છે. મમતા બેનરજીને રોમના કેથોલિક સંગઠન કોમ્યુનિટી ઓફ સેન્ટ એજિડિઓના પ્રમુખે આમંત્રણ મોકલ્યુ છે. જેમાં મમતા બેનરજીને તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન પણ આપવામાં આાવ્યા છે. દસ વર્ષમાં સામાજિક ન્યાય અને શાંતિની સ્થાપના માટે તેમણે કરેલી કામગીરીના વખાણ પણ સંગઠને કર્યા છે.

મમતા બેનરજી આ હેલા 2016માં રોમ ગયા હતા અને તે સમયે મધર ટેરેસાને સંતની પદવી આપવામાં આવી હતી.