×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાની ત્રીજી લહેરનું આગમન! બેંગલુરૂમાં એક સપ્તાહમાં 300 બાળકો પોઝિટિવ, અનેક રાજ્યોમાં વધ્યા કેસ


- બેંગલુરૂ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં 127 બાળકો 0થી 9 વર્ષની ઉંમરના છે અને 174 બાળકો 10થી 19 વર્ષની ઉંમરના

નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ, 2021, ગુરૂવાર

દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ સંપૂર્ણપણે પૂરો નથી થયો. કોરોનાની બીજી લહેર હજુ સંપૂર્ણપણે પૂરી નથી થઈ ત્યાં ત્રીજી લહેરે પોતાનો પરચો દેખાડવાનું શરૂ કરી દીધું છે. દેશના અનેક રાજ્યોમાં એક તરફ પ્રતિબંધો હટાવાઈ રહ્યા છે ત્યારે કેટલાક ક્ષેત્રોમાં વધી રહેલા નવા કેસની સંખ્યા ચિંતા વધારે છે. 

સૌથી મહત્વની વાત એ છે કે, હવે શાળાઓ ખુલી જવાના કારણે બાળકો પર જોખમ વધ્યું છે. કર્ણાટકના બેંગલુરી ખાતે આવા જ પરિણામો જોવા મળી રહ્યા છે. 

કોરોનાના કેસ ઘટ્યા બાદ અનેક જગ્યાએ શાળા-કોલેજ ખોલી દેવામાં આવ્યા હતા. કર્ણાટકના બેંગલુરૂમાં પણ એમ જ બન્યું હતું. પરંતુ તાજેતરમાં સામે આવેલા આંકડા ખૂબ જ ભયજનક તસવીર બતાવે છે. બેંગલુરૂમાં આશરે 6 દિવસમાં 300 કરતા પણ વધારે બાળકો કોરોનાની લપેટમાં આવ્યા છે. 

બેંગલુરૂ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં 127 બાળકો 0થી 9 વર્ષની ઉંમરના છે અને 174 બાળકો 10થી 19 વર્ષની ઉંમરના છે. 

તે સિવાય હિમાચલ પ્રદેશમાં આશરે 62 વિદ્યાર્થીઓ કોવિડની લપેટમાં આવ્યા છે. પંજાબમાં પણ 27 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને હરિયાણાની શાળાઓમાં પણ કોરોનાના કેસ દેખાઈ રહ્યા છે.