×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લદ્દાખ મોરચે નજર રાખનાર ચીની સેનાના કમાન્ડરને જિનપિંગે આપ્યુ પ્રમોશન

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર

લદ્દાખ મોરચે ચીન અને ભારત વચ્ચે તનાવ યથાવત છે. આ સ્થિતિની ચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે ચીનની આર્મીના વેસ્ટર્ન થિયેટરના કમાન્ડર જૂ કિલિંગને જનરલના પદ પર પ્રમોટ કર્યા છે.

જણાવી દઈએ કે ચીનની આર્મીનુ વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ભારત સાથેની સરહદ પર નજર રાખે છે. લદ્દાખની પૂર્વ સીમા પર ભારત સાથે ચીનનો તનાવ વધેલો છે ત્યારે જિનપિંગે જૂ કિલિંગને પ્રમોશન આપ્યુ છે.

જિનપિંગ ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ પણ છે અને આર્મીના ઓવરઓલ હાઈ કમાન્ડ પણ છે. તેમણે 58 વર્ષીય જૂ કિલિંગને જનરલ પદ પર પ્રમોટ કર્યા છે. જે ચીનની સેનામાં સૌથી મોટી રેન્ક ગણાય છે. સરકારી ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે બીજા ચાર અધિકારીઓને પણ જનરલના પદ માટે પ્રમોટ કરવામાં આવ્યા છે.

જૂ કિલિંગ ચીનની સેનાના ઉભરતા સિતારા ગણાય છે. આ પહેલા જૂ કિલિંગ લેફ્ટનન્ટ જનરલના પદ પર હતા. ગયા વર્ષે તેમને વેસ્ટર્ન થિયેટર કમાન્ડની જવાબદારી અપાઈ હતી.