×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, હરિયાણાનાં ઝજ્જરમાં હતું કેન્દ્ર

નવી દિલ્હી, 5 જુલાઇ 2021 સોમવાર

દિલ્હી-એનસીઆરમાં સોમવારે સાંજે ધરતીકંપનાં હળવા આંચકા અનુભવાયા. પ્રારંભિક તપાસમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનાં ઝજ્જરમાં હતું. રાત્રે 10:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઉંડાઈ 5 કિ.મી. બતાવવામાં આવી છે, સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું કોઈને આંચકો અનુભવાયો છે?.

આ અગાઉ 20 મી જૂને પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.1 ની આંકવામાં આવી હતી. તથા ભૂકંપનું કેન્દ્રસ્થાન દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં હતું. તે દિવસે સવારે 12:02 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી સાત કિલોમીટર નીચે હતું. જો કે, ખૂબ જ હળવા કંપનને લીધે, તેની ધૃજારી મોટાભાગના લોકોએ અનુભવી ન હતી.

ગયા વર્ષે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન અનેક ભૂકંપ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં આવ્યા બાદ, ભુકંપ વિજ્ઞાન કેન્દ્રએ દિલ્હી અને આજુબાજુની ધરતીકંપની ગતિવિધિની નજીકથી દેખરેખ રાખવા માટે વધારાના ભુકંપ રેકોર્ડિંગ ઉપકરણો તૈનાત કર્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેના નજીકનાં વિસ્તારોમાં એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હી, રોહતક, સોનીપત, બાગપત, ફરિદાબાદ અને અલવરમાં ઓછી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.