×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિકાસ દુબેના નામથી ફેસબુક એકાઉન્ટ બનાવીને યુપી પોલીસના IGને આપી ધમકી, યુવકની પુછપરછ


- પોલીસે આઈટી ઉપરાંત સર્વેલન્સ ટીમ દ્વારા કેસની તપાસ શરૂ કરી દીધી

નવી દિલ્હી, તા. 05 જુલાઈ, 2021, સોમવાર

કાનપુરના બિકરૂ કાંડને એક વર્ષ પૂરૂ થયું છે. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર વિકાસ દુબેના નામથી બનેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આઈજી મોહિત અગ્રવાલને મારવાની ધમકી અપાયાની વાત સામે આવી છે. આ મામલે ઔરૈયા પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. 

બિકરૂ કાંડના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેના નામથી બનાવવામાં આવેલા ફેસબુક એકાઉન્ટ દ્વારા આઈજી મોહિત અગ્રવાલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ઔરૈયા પોલીસ જે વ્યક્તિની પુછપરછ કરી રહી છે તેનું નામ રાહુલ સોની છે અને તે અછલ્દા ક્ષેત્રનો રહેવાસી છે. 

શું છે સમગ્ર કેસ

બિકરૂ કાંડના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેના નામથી એક ફેસબુક આઈડી ચલાવવામાં આવી રહી છે. આ ફેસબુક આઈડી પર કરવામાં આવેલી એક પોસ્ટના કારણે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. આ પોસ્ટમાં આઈજી મોહિત અગ્રવાલ માટે અપશબ્દોના પ્રયોગ સાથે તેમને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે આઈટી ઉપરાંત સર્વેલન્સ ટીમ દ્વારા કેસની તપાસ શરૂ કરી દીધી છે. 

પોલીસે ઔરૈયાના અછલ્દા ખાતેથી રાહુલ સોની નામના એક યુવકને પુછપરછ માટે ઉઠાવ્યો છે. જાણવા મળ્યા મુજબ તેના મેઈલ આઈડી દ્વારા વિકાસ દુબેના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ આઈડી પર હથિયારોના અનેક ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ રાહુલની પુછપરછ કરીને કેસના ઉંડાણ સુધી જવા પ્રયત્ન કરી રહી છે. 

ગત વર્ષે 2-3 જુલાઈની રાતના સમયે બિકરૂ ગામમાં ગેંગસ્ટર વિકાસ દુબે અને તેના સાથીદારોને પકડવા ગયેલા ડીએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસ કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. એક-એક પોલીસ કર્મચારીને અનેક ડઝન ગોળીઓ મારવામાં આવી હતી. પોલીસ અને એસટીએફ એ સાથે મળીને 8 દિવસની અંદર જ વિકાસ દુબે સહિત 6 બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આ કેસના અન્ય 45 આરોપીઓ હાલ જેલમાં બંધ છે.