×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુપી સ્ટાઇલમાં સફાયો, આસામમાં 2 મહિનામાં 12 ગુનેગારોનું એન્કાઉન્ટર; વિપક્ષે પોલીસને ક્રુર ગણાવી

નવી દિલ્હી, 4 જુલાઇ 2021 રવિવાર

હિમંત બિસ્વ સરમાની આગેવાનીવાળી નવી સરકાર સત્તામાં આવ્યા પછી અસમમાં અચાનક એન્કાઉન્ટરની સંખ્યામાં વધારો થયો છે. ફક્ત બે મહિનામાં જ, 'ભાગી જવાના પ્રયાસો' દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 12 ગુનેગારો અને શંકાસ્પદ બળવાખોરો માર્યા ગયા છે. અગાઉ, જ્યારે યોગી આદિત્યનાથે યુપીમાં સત્તાની લગામ સંભાળી ત્યારે મોટી સંખ્યામાં એન્કાઉન્ટર થયા હતા. ત્યારે કેટલાક ગુનેગારો માર્યા ગયા હતાં. યુપી સ્ટાઇલમાં ગુનેગારોને નાબૂદ કરવાને લઈને આસામમાં પણ રાજકારણ ગરમાયું છે. વિરોધી પક્ષોનું કહેવું છે કે હિમાંતા બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળની પોલીસ ક્રૂરતા આચરી રહી છે.

જો કે, અસમ પોલીસે આ આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે, હકીકતમાં, ઉગ્રવાદીઓ અને ગુનેગારો પોલીસ જવાનને ગોળીબાર કરવા મજબુર કરી રહ્યા છે. સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું, "છેલ્લા કેટલાક મહિનાઓમાં પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ ગોળીબારમાં લગભગ 12 ગુનેગારો માર્યા ગયા છે."

આમાં દિમાશા નેશનલ લિબરેશન આર્મ (DNLA)નાં છ શંકાસ્પદ આતંકવાદીઓ અને યુનાઇટેડ પીપલ્સ રિવોલ્યુશનરી ફ્રન્ટ (UPRF) ના બે બળવાખોરોનો સમાવેશ થાય છે, જેઓ કાર્બી અંગલોંગ જિલ્લામાં અલગ અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. અન્ય ચાર શંકાસ્પદ ગુનેગારોને ધેમાજી, નાલબાડી, સિવસાગર અને કાર્બી અંગલોંગમાં માર્યા ગયા છે. માર્યા ગયેલા અનેક આરોપીઓએ પોલીસ અધિકારીઓ પાસેથી કથિત રૂપે સર્વિસ પિસ્તોલ છીનવી લીધી હતી, જેનાં પગલે એન્કાઉન્ટર થયા હતા.

કેટલાક એન્કાઉન્ટર એવા સમયે થયા જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો અથવા ક્રાઇમ સીનને ફરીથી ક્રિયેટ કરવા માટે ઘટના સ્થળે લઇ જવા વખતે ગુનેગારોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. "જ્યારે આ ગુનેગારો અને આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ગોળીબાર કરવો પડ્યો. હવે ફક્ત તે જ કહી શકે કે તેમણે ભાગવાનો પ્રયાસ કેમ કર્યો.