×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BSP બાદ હવે કોંગ્રેસની પણ જાહેરાત, UPમાં એકલા હાથે લડશે ચૂંટણી

નવી દિલ્હી,તા.4.જુલાઈ,2021

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં થનારી વિધાનસભા ચૂંટણીઓ માટે હલચલ જોવા મળી રહી છે ત્યારે હવે કોંગ્રેસના યુપી અધ્યક્ષે બહુ મોટુ નિવેદન આપ્યુ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લુનુ કહેવુ છે કે, પાર્ટી એકલા હાથે જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

તેમણે કહ્યુ હતુ કે, આગામી ચૂંટણીમાં લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે કોંગ્રેસ ચૂંટણીમાં ઉતરશે અને કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ યુપીમાં ખાસી મજબૂત છે. કોંગ્રેસ સપા અને બસપા સાથે ગઠબંધન વગર જ ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બહુજન સમાજવાદી પાર્ટી પ્રમુખ માયાવતી પણ એકલા હાથે જ ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી ચુક્યા છે.

આ સંજોગોમાં હવે સમાજવાદી પાર્ટી પણ એકલા હાથે ચૂંટણી લડે તેમ દેખાઈ રહ્યુ છે. આમ ભાજપ સામે તમામ વિરોધ પક્ષો ભેગા થઈને ચૂંટણી લડે તેવી શક્યતાઓ યુપીમાં તો હાલના તબક્કે રહી નથી. બીજી તરફ ઓવૈસીની પાર્ટી આ વખતે યુપીમાં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માટેની રણનીતિ અપનાવી રહી છે.

ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે ગઠબંધન થયુ હતુ. જેમાં કોંગ્રે્સને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. યુપીમાં હવે તમામ રાજકીય પક્ષો ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે અને તેની વચ્ચે ગઈકાલે જિલ્લા પંચાયતના પરિણામોમાં ભાજપે મેળવેલી જંગી બહુમતિના પગલે ભાજપના નેતાઓનો ઉત્સાહ પણ વધી ગયો છે.