×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇમરાન ખાનની આશા પર પાણી ફરી વળ્યું, FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખ્યું

નવી દિલ્હી, 25 જુન 2021 શુક્રવાર

આતંકવાદ સામે પાકિસ્તાનની કથની અને કરની કોઈનાંથી છુપાયેલા નથી. એક તરફ, તે આતંકવાદ વિરુદ્ધ અભિયાન ચલાવવા વિશે ઘણી વાતો કરે છે. પરંતુ જમીનની વાસ્તવિકતા જુદી છે. ભારતના સતત પ્રયત્નો પછી, FATF દ્વારા તેને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. શુક્રવારે FATFની બેઠકથી પાકિસ્તાને પોતાના માટે રાહતની આશા રાખી હતી. પરંતુ તેની ગ્રે લિસ્ટની સ્થિતિ અકબંધ છે.

ગ્રે લિસ્ટ શું છે

FATF નો સંબંધ દેશની નાણાકીય પ્રણાલીને સંચાલિત કરવાનાં મિકેનિઝમને મજબૂત કરવા સાથે સંબંધિત છે જેથી તેનો ઉપયોગ મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવી પ્રવૃત્તિઓ માટે થઈ શકે નહીં. કહેવાતા 'ગ્રે લિસ્ટ'માં ખરેખર એવા દેશો શામેલ છે કે જેમના વિશે FATF એવું માને છે કે "વધેલી સર્વેલન્સ" હેઠળ હોવા જોઈએ, તેમ છતાં તેઓ "તેમના શાસન હેઠળ મની લોન્ડરિંગ,  ટેરર ફંડિંગ અને વિસ્તરણ માટેનાં ધિરાણ" સામે લડવા માટે અને વ્યૂહાત્મક ખામીઓ દૂર કરવા વ્યૂહાત્મક ખામીઓ ઝડપથી સુધારવાની પ્રતિબદ્ધતામાં FATF સાથે મળીને કામ કરે." 

આ ગ્રે લિસ્ટ કોઈ પણ દેશ માટે ચેતવણીની નોંધ તરીકે જોઇ શકાય છે, પરંતુ આવા પદનામનો અર્થ એ પણ છે કે તે "સંમત સમયગાળાની અંદર ઓળખવામાં આવેલી વ્યૂહાત્મક ઉણપોને ઝડપથી ઉકેલ લાવવા માટે કટિબધ્ધ છે".

પાકિસ્તાન શા માટે ગ્રે લીસ્ટમાં છે?

ગ્રે લીસ્ટ સમયાંતરે અપડેટ કરવામાં આવે છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં FATFની છેલ્લી બેઠક બાદ, તેમાં સામેલ 19 દેશોમાં મ્યાનમાર, મોરેશિયસ, કંબોડિયા, પનામા, બાર્બાડોસ, કેમૈન આઇલેન્ડ્સ, સીરિયાનો સમાવેશ થાય છે. જૂન 2018 થી પાકિસ્તાન આ લિસ્ટમાં છે. આમાંનાં કેટલાક દેશોને ટેક્સ હેવન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કેટલાકને આતંકવાદથી મુશ્કેલીનો સામનો કરવો છે.

તમામ કેસમાં, તેઓ 'ગ્રે લિસ્ટ' માં છે કારણ કે એવું માનવામાં આવે છે કે પ્રતિબંધિત વ્યવહારો માટે તેમની નાણાકીય માળખાનું શોષણ થવાની સંભાવના છે. જ્યાં સુધી વાસ્તવિક અસરની વાત છે, ત્યાં સુધી ગ્રે લીસ્ટમાં હોવાને કારણે વિદેશી બજારોમાંથી નાણું લેવું બહું મુશ્કેલ બની શકે છે, તે ઉપરાંત આ દેશોમાં વિદેશી મુડી રોકાણના પ્રવાહને પણ અસર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં આવા દેશ વિશેની ધારણા પણ પિડીત રહી છે.