×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના કાળમાં ભારતીય પરિવારોની બેંક ડિપોઝિટ અને ઇક્વિટી રોકાણમાં થયો ઘટાડો: RBI

નવી દિલ્હી, 24 જુન 2021 ગુરૂવાર

કોરોનાએ આર્થિક બચત પર જોરદાર ફટકો માર્યો છે. ભારતીય પરિવારોની બેંક ડિપોઝિટ અને ઇક્વિટી રોકાણોમાં ઘટાડો થયો છે. RBI ના પ્રારંભિક અનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં પરિવારોની નાણાકીય બચતનો હિસ્સો 8.2 ટકા પર આવી ગયો છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં (સપ્ટેમ્બર ક્વાર્ટરમાં) આ હિસ્સો 10.4 ટકા હતો. જૂન ક્વાર્ટરમાં આ હિસ્સો 21 ટકા હતો. નાણાકીય વર્ષ 2002-21નાં જૂન ક્વાર્ટરમાં ભારતીય પરિવારોની કુલ નાણાકિય સંપત્તિ રૂ. 815,886 કરોડ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં તે ઘટીને રૂ. 4,91,906 કરોડ થઈ ગઈ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં આ નાણાકીય સંપત્તિ રૂ .4,44,583 કરોડ રહી ગઇ.

હાઉસહોલ્ડ બેંક ડિપોઝિટ રેશિયો જીડીપીના 3 ટકા સુધી નીચે 

RBI એ કહ્યું છે કે ડિસેમ્બર ક્વાર્ટર (2020-21) માં, હાઉસહોલ્ડ બેંક ડિપોઝિટ રેશિયો ઘટીને જીડીપીના 3 ટકા થઈ ગયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ રેશિયો 7.7 ટકા હતો. મળતી માહિતી મુજબ, સપ્ટેમ્બર (2020) માં, હાઉસહોલ્ડ બેંક ડિપોઝિટ રૂ. 1,73,042 કરોડ હતી, જ્યારે ડિસેમ્બર (2020) ક્વાર્ટરમાં તે ઘટીને રૂ. 3,67,264 કરોડ થઈ ગઇ.

ભારતીયોનાં કરન્સિ હોલ્ડિંગમાં પણ ઘટાડો 

બીજી તરફ ભારતીય પરિવારોમાં કરન્સિમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂન 2020 માં તેમની પાસે 2,06,889 કરોડ રૂપિયાની કરન્સિ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં તે ઘટીને 17,225 કરોડ રૂપિયા રહી ગયું. ડિસેમ્બરમાં રિકવરી થઈ અને તે 91,456 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઇક્વિટી એસેટમાં પણ ઘટાડો આવ્યો.RBIના આંકડા મુજબ, જૂનમાં ઇક્વિટી એસેટ રૂ .18,599 કરોડની હતી, પરંતુ સપ્ટેમ્બરમાં ઘટીને 8,291 કરોડ થઈ ગઇ. પરંતુ ડિસેમ્બરમાં તે ઘટીને રૂ. 5,307 કરોડ થઈ ગઈ. ક્રેડિટ સૂઇસનાં જણાવ્યા પ્રમાણે, 2020-21માં ભારતીયોની એસેટમાં 6.1 ટકાનો ઘટાડો નોંધાયો.