×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Toycathon 2021: PM મોદીએ ભાગ લેનારાઓને રમતના માધ્યમથી કુપોષણ દૂર કરવામાં મદદ કરવા વિનંતી કરી


- વડાપ્રધાને જણાવ્યું કે, રમતના માધ્યમથી માનવીય મૂલ્યોને બળ આપવું પણ જરૂરી છે

નવી દિલ્હી, તા. 24 જૂન, 2021, ગુરૂવાર

ભારતમાં રમતોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ પ્રયત્નશીલ છે. રમતો પ્રત્યે જાગૃતિ વધારવા માટે તેમણે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા છે અને હવે તેઓ રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આગળ આવ્યા છે. તેના અનુસંધાને ગુરૂવારે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ટોયકાથોન 2021ને સંબોધિત કરી હતી.  

દેશભરના ઉમેદવારો ટોયકાથોન 2021માં સહભાગી બન્યા હતા અને આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જંકફુડના ફાયદા અને નુકસાન અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે ઉમેદવારોને કુપોષણ દૂર કરવામાં મદદ કરવા માટે વિનંતી કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, નાના બાળકો પોષણક્ષમ ખોરાકથી દૂર રહે છે પરંતુ રમતના માધ્યમથી તેમને સતર્ક કરી શકાય. 

રમકડાં ઈન્ડસ્ટ્રી અંગે ઉમેદવારોનું મંતવ્ય જાણવા માટે અને તેને વિકસિત કરવા માટે વડાપ્રધાન મોદીએ ખુલીને વાતચીત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, રમતના માધ્યમથી માનવીય મૂલ્યોને બળ આપવું પણ જરૂરી છે. તેનાથી સમાજ પર એક સકારાત્મક અસર પડશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવીન રમકડાં અને ગેમ્સ માટેના નવા વિચારોને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો છે. 

શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, એમએસએમઈ મંત્રાલય, ડીપીઆઈઆઈટી, કાપડ મંત્રાલય, એઆઈસીટીઈ તથા સૂચના અને પ્રસારણ મંત્રાલય સંયુક્તરૂપે ટોયકાથોનનું આયોજન કરે છે. 

વડાપ્રધાન મોદીએ બુધવારે ટ્વીટ કરીને 24 જૂનના રોજ પોતે ટોયકાથોનને સંબોધિત કરશે તેવી જાણકારી આપી હતી. ટોયકાથોન 2021નો ઉદ્દેશ્ય ભારતમાં રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે જેથી રમકડાં બજારના વ્યાપક હિસ્સા પર ભારત આગળ રહે.