×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં આજે કોરોનાના 138 નવા કેસ અને 3 લોકોના મોત, 4.48 લાખ લોકોને રસી અપાઇ

અમદાવાદ, તા. 23 જીન 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઇ છે. આ સિવા દિવસે દિવસે નવા કેસ અને મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 138 કેસ નોંધાયા છે. જેની સામે ત્રણ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તો સાજા થનાર દર્દીઓની સંખ્યા નવા કેસ કરતા ઘણી વધારે છે.

કોરોનાના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 10,040 લોકોના મોત થયા છે. આજે ગુજરાતમાં 487 દર્દીઓ સાજા થયાં છે. જેની સાથે અત્યાર સુધીમાં 8,06,911 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. વર્તમાન સમયે રાજ્યમાં કોરોના વાયરસના 4807 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર છે અને 4726 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કોરોના કેસની વાત કરે તો તે આંકડો 8,22,785 છે. 


આજે રાજ્યમાં જે નવા કેસ નોંધાયા છે તેમાં માત્ર બે મેગાસિટી અને એક જિલ્લામાં જ ડબલ ડિજિટમાં કેસ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે. રસીકરણની વાત કરે તો રાજ્યમાં આજે 4,48,153 લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેની સાથે રાજ્યમાં રસીકરણનો આંક 2,34,57,715 પર પહોંચ્યો છે.