×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી સામે એસપી તથા સુરક્ષા અધિકારી વચ્ચે મારામારી, જુઓ વિડીયો

નવી દિલ્હી, તા. 23 જૂન 2021, બુધવાર

હિમાચલ પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ભુંતર એરપોર્ટ પર કુલ્લૂ પોલીસ અધિક્ષક (એસપી) અને મુખ્યમંત્રી જયરામ ઠાકુરના સુરક્ષા ઇન્ચાર્જ વચ્ચે પહેલા બોલાચાલી થઇ અને બાદમાં ઝપાઝપી થઇ છે. આખી ઘટના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની સામે જ થઇ છે. 

કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીના સ્વાગત માટે ભુંતર એરપોર્ટ પહોંચેલા મુખ્યમંત્રી જયરામ ઠાકુરના સુરક્ષા અધિકારી અને કુલ્લુના એસપી વચ્ચે થયેલી આ મારપીટનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં સુરક્ષા અધિકારી એસપીને ગડદા પાટુ વડે મારી રહ્યો છે. જો કે આ મારપીટ ક્યા કારણસર થઇ તે હજુ સામે આવ્યું નથી.

કેન્દ્રિય સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરી બુધવારે હિમાચલની મુલાકાતે પહોંચ્યા છે. જેમના સ્વાગત માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભુંતર એરપોર્ટ પહોંચ્યા હતા. રસ્તામાં ફોરલેન પ્રભાવિત કેટલાક ખેડૂતો તેમને મળવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોને જોઇને નિતિન ગડકરીએ પોતાની ગાડી ઉભી રખાવી અને તેમને મળવા માટે પહોંચ્યા. ત્યાર બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ ખેડૂતોને મળ્યા.

ત્યારે અચાનક મુખ્યમંત્રીની ગાડી પાછળ સુરક્ષા અધિકારી અને એસપી વચ્ચે મારામારી થઇ. આ ઘટનાને લઇને ભાત ભાતની ફવાઓ પણ ઉડી રહી છે. પરંતુ આ અંગે કોઇ કશું બોલવા તૈયાર નથી. ઘટના સામે આવ્યા બાદ લોકો એસપીના સમર્થનમાં નારેબાજી કરતા પણ દેખાયા છે.