×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદના મેયરનો યુટર્ન : પહેલા કહ્યું AMTS અને BRTSમાં મુસાફરી માટે રસી ફરજીયાત, પછી કહ્યું મરજિયાત

અમદાવાદ, તા. 23 જૂન 2021, બુધવાર

રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ઓસરી ચૂકી છે, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધઓ છે. તો બીજી તરફ રાજ્યવ્યાપી રસીકરણ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. સરકાર અને સ્થાનિક તંત્ર બને તેટલી ઝડપથી વધારેમાં વધારે લોકોનું વેક્સિનેશન કરવા માંગે છે, જેથી ત્રીજી લહેરથી બચી શકાય. જો કે રસીકરણને લઇને આજે અમદાવાદના મેયર કિરીટ પરમારે ભાંગરો વાટ્યો છે. તેમણે માત્ર 20 મિનિટની અંદર યુટર્ન માર્યો છે.

પહેલા મેયર કિરીટ પરમારે કજાહેરાત કરતા કહ્યું કે AMTS અને BRTSમાં મુસાફરી કરવા માટે રસી લેવી ફરજિયાત છે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે એએમસી દ્વારા AMTS અને BRTSમાં બેસતા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવશે. તેમણે રસી લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. જેના માટે વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ સાથે રાખવો પડશે. જો કે ત્યારબાદ મુસાફરોના હોબાળાના ભયને લઇને મેયરે  નિર્ણય ફેરવી તોળ્યો હતો.

બાદમાં મેયરે એવું કહ્યું કે રસી લેવી મરજિયાત છે અને તેમણે લોકોને રસી લેવા માટે અપીલ કપરી હતી. કોર્પોરેશનની પ્રેસ નોટમાં પણ ગોટાળો થયો હતો. જેમાં તેમણે જણાવ્યું કે મેયરે કહ્યું હતુ કે રસી ફરજીયાત નથી, પરંતુ રસી લેવાની અપીલ કરવામાં આવી છે.