×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીર ખાતેથી 135 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત, એક તસ્કર ઠાર મરાયો


- બીએસએફના કર્મીઓએ તસ્કરને સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતા જોયો હતો અને ચેતવણી પણ આપી હતી

નવી દિલ્હી, તા. 23 જૂન, 2021, બુધવાર

સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીર ખાતે ભારે મોટી સફળતા હાથ લાગી છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ બુધવારે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે માદક પદાર્થોની તસ્કરી કરી રહેલા એક શખ્સને ઠાર માર્યો હતો. તે વ્યક્તિ પાસેથી આશરે 135 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું છે. 

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના બીઓપી હીરાનગર સેક્ટરના પંસાર ક્ષેત્ર ખાતે બની હતી. બીએસએફના કર્મીઓએ તસ્કરને સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતા જોયો હતો અને તેને ચેતવણી પણ આપી હતી. તેમ છતાં તે માન્યો નહોતો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો જેથી ગોળી ચલાવવી પડી હતી. હજુ સુધી મૃત તસ્કરની કોઈ ઓળખ સામે નથી આવી. 

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અભિયાન દરમિયાન તેના પાસેથી 27 કિગ્રા હેરોઈન પણ મળી આવ્યું હતું. આ હેરોઈનનું આંતરરાષ્ટ્રીય બજારમાં 135 કરોડ રૂપિયા જેટલું મૂલ્ય હોવાનો અંદાજો છે. 

પ્રવક્તાએ જણાવ્યું કે, 23 જાન્યુઆરીના રોજ બીએસએફને 150 મીટરની એક ભૂમિગત સુરંગ અંગે જાણ થઈ હતી. આ સુરંગ બીઓપી પંસાર ક્ષેત્રમાં વિધ્વંસક ગતિવિધિઓ કરવા માટે પાકિસ્તાનથી આતંકવાદીઓની ઘૂસણખોરીમાં મદદ કરવા બનાવવામાં આવી હતી.