×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહિલા ઓછા કપડા પહેરે તો.. ઇમરાનનાં આ નિવેદનનો તસ્લીમા નસરિને આપ્યો આવો ચોટદાર જવાબ

નવી દિલ્હી, 22 જુન 2021 મંગળવાર

બળાત્કાર અને જાતીય હિંસા માટે મહિલાઓના ઓછા કપડાને દોષી ઠેરવતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન બરાબરનાં ભરાઇ ગયા છે, પ્રખ્યાત લેખિકા તસ્લીમા નસરીને ઇમરાનની શર્ટલેસ તસવીર શેર કરીને જોરદાર કટાક્ષ કરતા લખ્યું કે પુરૂષો દ્વારા ઓછા કપડા પહેરવાથી પણ મહિલાઓ પર અસર થાય છે.

ઈમરાન ખાનના વિવાદિત નિવેદન પર વળતો જવાબ આપતા ભારતમાં રહેતા બાંગ્લાદેશી મૂળનાં તસ્લિમા નસરીને લખ્યું છે કે, "જો કોઈ પુરુષ બહુ ઓછા કપડાં પહેરે છે, તો તેની અસર મહિલા પર થાય છે, સિવાય કે તે રોબોટ ન હોય." ઇમરાને લખ્યું હતું, "જ્યારે કોઈ સ્ત્રી બહુ ઓછો કપડા પહેરે છે. ત્યારે પુરૂષ પર તેની અસર થાય છે, સિવાય કે તે રોબોટ ન હોય."

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા અને ક્રિકેટર રહી ચુકેલા ઇમરાન ખાને દેશમાં વધી રહેલા બળાત્કારના કેસો માટે અશ્લીલતાને દોષી ઠેરવી હતી અને મહિલાઓને પડદામાં રહેવાની સલાહ પણ આપી હતી. ઇમરાને કહ્યું, આ સમાજ અને જીવનશૈલી સાવ જુદી છે. તેથી જો તમે સમાજમાં લાલચ એટલી હદે વધારશો, અને આ બધા યુવા લોકોએ ક્યાંય પણ જવાનું નથી, તો તેના પરિણામો સમાજમાં આવશે. "તેમણે આગળ એમ કહીને પોતાનો મુદ્દો સ્પષ્ટ કર્યો કે," જો  કોઇ મહિલા બહુ ઓછાં પોશાક પહેરે તો તેની અસર પુરૂષો પર થશે, સિવાય કે તે રોબોટ્સ હોય. હું માનું છું કે આ સામાન્ય સમજની બાબત છે.

મહિલાઓ વિરૂધ્ધ અને પડદા પ્રથા અંગે ખાનના નિવેદનથી ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રોશ વધ્યો છે. એપ્રિલની શરૂઆતમાં પણ તેમણે બોલીવુડ તરફ ઇશારો કરીને જાતીય હિંસા માટે અશ્લીલતાને જવાબદાર ઠરાવી હતી. તે સમયે તેની પહેલી અને પૂર્વ પત્ની જેમિમા ગોલ્ડસ્મિથે કુરાનને ટાંકીને કહ્યું હતું કે આ જવાબદારી પુરૂષ પર છે. 2015 માં ઇમરાન ખાન સાથે લગ્ન કરનાર રેહમ ખાને કહ્યું હતું કે તે જેટલું ઓછું બોલે, સમાજ માટે એટલું સારું રહેશે.