×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉધ્ધવ ઠાકરેની સરકાર તેની જાતે જ પડી જશે, ત્યારે અમે લોકોને વિકલ્પ આપીશું: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઇ, 22 જુન 2021 મંગળવાર

મહારાષ્ટ્રમાં બિજેપી નેતા અને પુર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ રાજ્યની મહાવિકાસ અઘાડીની સરકારને નિશાન બનાવીને કહ્યું કે એક દિવસ આ સરકાર તેની જાતે જ પડી જશે, અને ત્યાં સુધી અમે એક મજબુત વિપક્ષ તરીકે કામ કરતા રહીશું, દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે જે દિવસે આ સરકાર પડી જશે, ત્યારે અમે જનતાને વિકલ્પ આપીશું, અમને ભરોસો છે કે 2024 માં યોજાનારી વિધાનસભા ચુંટણીમાં બિજેપી પુર્ણ બહુમતી પ્રાપ્ત કરશે, મરાઠા અનામત મુદ્દે પુર્વ સીએમએ કહ્યું કે આ સરકાર ખેડુતો અને મરાઠાનાં મુદ્દે વાત કરવાનું ટાળી રહી છે, અને ઉઁઘી રહી છે. 

ઉધ્ધવ ઠાકરે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બિઝનેશ એડવાઇઝરી કમિટિની મિટિંગ અધવચ્ચે છોડીને બહાર નિકળી ગયેલા ફડણવીસે કહ્યું કે આ સરકાર લોકોને સ્પર્શતા મુદ્દા અંગે વાત કરવાનું ટાળી રહી છે, સરકાર કોરોનાનું બહાનું બતાવીને વિધાનસભાનું સત્ર બોલાવતી નથી, ફરી એક વખત સરકારે માત્ર બે દિવસનું ચોમાસું સત્ર બોલાવવાનો પ્રસ્તાવ આપ્યો છે, જ્યારે બીજી તરફ સત્તા ધારી પાર્ટીનાં કાર્યાલયનાં ઉદઘાટન, આંદોલનો કરવા કે શપથવિધિ સમારોહમાં હજારો લોકો ઉમટી રહ્યા છે.