×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેર બજારે લગાવી લાંબી છલાંગ, સેંસેક્સ ઓલ ટાઇમ હાઇ 53000ને પાર અને નિફ્ટી 16000ની નજીક


મુંબઇ, તા. 22 જૂન 2021, મંગળવાર

વૈશ્વિક માર્કેટમાં મળેલા મજબૂત સંકેતોના કારણે અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે શેર બજાર એક નવી ઉંચાઇ પર ખુલ્યું હતું. સેંસેક્સની સાથે આ તરફ નિફ્ટી પણ નવી સપાટીએ પહોંચ્યો છે.

શેર બજારની આજે રેકોર્ડબ્રેક શરુઆત થઇ છે. સેંસેક્સ આજે તમામ રેકોર્ડ તોડીને એક નવી ઉંચાઇએ પહોંચ્યો છે. મંગળવારના રોજ શેર બજાર પ્લસમાં ખુલ્યું હતું. ત્યાર બાદ સેન્સેક્સ ખુલતાની સાથે જ 52,901 અને નિફ્ટી 15,850 સુધી પહોંચી ગઇ. સવારે 9.47 વાગ્યે બોમ્બે સ્ટોક ઇન્ડેક્સ એક્સચેન્જ 427.38 (0.81%)ની તેજી સાથે 53,057.84ના સ્તર પર પહોંચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 131.35 પોઇન્ટ (0.83 ટકા)ની વધતાની સાથે 15,901.85ના સ્તર પર પહોંચી ગયો. જે રોકોર્ડ સ્તર છે.

શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 235.07 પોઇન્ટ (0.45 ટકા)ની તેજીની સાથે 52,809.53ના સ્તર પર ખુલ્યું. નિફ્ટી 76.00 પોઇન્ટ (0.48 ટકા)ના વધારની સાથે 15,822.50ના સ્તર પર ખુલી હતી.

લિક્વિડિટીના જોરે ભારતીય શેરમાર્કેટ ઓલટાઈમ હાઈ પર

ભારતીય શેરમાર્કેટમાં એકતરફી તેજીનો ધોડો દોડી રહ્યો છે. દેશમાં કોરોના કાબૂમાં આવતા અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના લિક્વિડિટી સપોર્ટના જોરે બજારમાં પૈસાની રેલમછેલ થતા શેરબજારમાં તેજીનો પવન લાંબો ફૂંકાઈ રહ્યો છે. 

એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસ 470 પોઈન્ટના ઉછાળે 53,040ના લેવલના ઓલટાઈમ હાઈ લેવલે તથા અને નિફટી 50 ઈન્ડેકસ 15,850ને પાર પહોંચ્યાં છે. AGM પૂર્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય ખાનગી બેંકો અને આઈટી શેરો પણ બજારને મજબૂતી આપી રહ્યાં છે.

સેન્સેકસના 30માંથી માત્ર 6 શેરમાં જ ઘટાડો નોંધાયો છે, 24 શેર તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે. ઘટેલા શેરમાં ટેક મહિન્દ્રા, નેસ્લે, બજાજ ફાઈનાન્સ અને ડો રેડ્ડીનો સમાવેશ થાય છે. માર્કેટના ટોપ કોન્ટ્રીબ્યુટર ICICI બેંક, રિલાયન્સ, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ ટોચ પર છે. 

નાના શેરમાં પણ તેજીનો માહોલ
નાના શેરમાં પણ આજે શાનદાર તેજીનો માહોલ છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 1.40%ના હાઈ જમ્પ સાથે ઓલટાઈમ હાઈ 25,275ની નજીક પહોંચ્યું છે, જ્યારે મિડકેપ ઈન્ડેકસ 1% અપ 22,655નો હાઈ બનાવી સર્વકાલીન ઉચ્ચતમ સ્તર 23,045થી માત્ર દોઢ ટકો જ દુર છે.

એડવાન્સ-ડિકલાઈન રેશિયો પણ નોંધપાત્ર પોઝીટીવ છે. 2209 વધેલા શેરની સામે માત્ર 697 શેર ઘટ્યાં છે અને 111 શેરમાં કોઈ ફેરફાર નથી જોવા મળી રહ્યો. મહત્વની વાત એ છે કે 374 શેરમાં અપર સર્કિટ અને 143 શેરમાં જ માત્ર લોઅર સર્કિટ લાગી છે અને 354 શેર 52 સપ્તાહની ટોચે અને 12 શેર જ માત્ર 52 સપ્તાહના તળિયે કામકાજ કરી રહ્યાં છે.

બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂલ્ય 2,31,43,580 કરોડ થયું છે.