×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નોઇડા ઓથોરિટીએ ભાંગરો વાટ્યો, રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી

નવી દિલ્હી, 21 જુન 2021 સોમવાર

ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલ્ખા સિંઘનું તાજેતરમાં જ કોવિડનાં કારણે નિધન થયું હતું. તેમના અવસાનનાં સમાચાર સાંભળતા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક નેતાઓ, રમતગમતની હસ્તીઓ વગેરેએ શ્રદ્ધાંજલિ આપી હતી. તે જ સમયે, દિલ્હીને અડીને આવેલા નોઈડા સ્ટેડિયમ પર, નોઈડા ઓથોરિટીએ એક એવી ભૂલ કરી કે, જેના કારણે તે મજાકનું પાત્ર બની ગઈ.

નોઇડા ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલલા રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે અભિનેતા ફરહાન અખ્તરની તસવીર લગાવવામાં આવી. તરત જ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. લોકોએ નોઇડા ઓથોરિટીની મજાક ઉડાવવા માંડી. જો કે, ફોટો વાયરલ થયા પછી, વહીવટીતંત્ર દોડતું થયું અને તુરંત જ ફોટો હટાવી લેવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનિય છે કે બોલિવૂડ એક્ટર ફરહાન ખાને મિલ્ખા સિંહની બાયોપિકમાં કામ કર્યું હતું. આવી સ્થિતિમાં મિલ્ખા સિંહના ફોટાને બદલે નોઇડા ઓથોરિટીએ ફરહાન અખ્તરનો ફોટો લગાવી દીધો.