×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મમતા બેનર્જીને ઝાટકો, ચુંટણી પછીની હિંસાની તપાસ માટે માનવાધિકાર પંચે સમિતિની રચના કરી

કોલકાત્તા, 21 જુન 2021 સોમવાર

પશ્ચિમ બંગાળમાં ચુંટણી પછી થયેલી હિંસાની ઘટનાની તપાસ માટે રાષ્ટ્રિય માનવાધિકાર પંચે સમિતિની રચના કરી છે, કોલકાત્તા હાઇકોર્ટનાં હુકમ બાદ આસમિતિની રચના કરવામાં આવી છે, આસમિતિની રચનાનો વિરોધ કરી રહેલી મમતા માટે આ એક જોરદાર ઝટકો માનવામાં આવી રહ્યો છે, આ પહેલા સોમવારે હાઇકોર્ટે ટીએમસીની એક અરજી ફગાવી દીધી હતી, જેમાં 18 જુનનાં તે આદેશને મોકુફ રાખવાની માંગ કરવામાં આવી હતી, જે આદેશ હેઠળ આ સમિતિની રચનાનો નિર્ણય કરાયો હતો.    

માનવાધિકાર પંચનાં ચેરપર્સન રિટાયર્ડ જસ્ટિસ અરૂણ મિશ્રાએ આ સમિતિની રચના કરી છે, આ 7 સભ્યોની સમિતિમાં લઘુમતી પંચનાં ઉપાધ્યક્ષ આતિફ રસીદ, મહિલા આયોગનાં સભ્ય રાજુલબેન એલ.દેસાઇ, પશ્ચિમ બંગાળ માનવાધિકાર આયોગનાં રજીસ્ટ્રાર પ્રદિપ કુમાર પુંજાનો સમાવેશ થાય છે, આ સમિતિની અધ્યક્ષતા આયોગનાં સભ્ય રાજીવ જૈન કરશે, કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ હાઇકોર્ટનાં આ નિર્ણય અંગે કહ્યું કે હાઇકોર્ટનાં આ નિર્ણયથી પિડિતોનો ભરોસો મજબુત બનશે. 

જ્યારે રાજ્યપાલ જગદીપ ઘનખડએ પણ મમતા સરકારને નિશાન બનાવતા કહ્યું કે મને આશ્ચર્ય એ વાતનું છે કે ચુંટણી સમાપ્ત થયાનાં 7 સપ્તાહ બાદ પણ આ પ્રકારની પરિસ્થિતી સામે આખઆડા કાન કરવામાં કરવામાં આવે છે, આઝાદી પછીની આ સૌથી મોટી ચુંટણી હિંસા છે.