×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમરનાથ યાત્રા બીજા વર્ષે પણ રદ્દ, હિમલિંગનાં ઓનલાઇન દર્શન કરી શકશે શ્રધ્ધાળુંઓ

નવી દિલ્હી, 21 જુન 2021 સોમવાર

દેશમાં કોરોના રોગચાળા સંકટને જોતા આ વર્ષે પણ અમરનાથ યાત્રાને રદ્દ કરવામાં આવી છે, જમ્મુ-કાશ્મિર વહીવટીતંત્રએ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે, અને રાજ્યનાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ તેની ઘોષણા કરી છે.

મનોજ સિંહાએ કહ્યું કે કોરોનાને જોતા આ વખતની અમરનાથ યાત્રા પ્રતિકાત્મક હશે, અને તમામ પરંપરાગત રિતી રિવાજ પહેલાની જેમ પુરા કરવામાં આવશે, તેમણે  કહ્યું કે લોકોની જિંદગી બચાવવી મહત્વપુર્ણ છે.

સિંહાએ જણાવ્યું કે અમરનાથ શ્રાઇન બોર્ડ કરોડો શ્રધ્ધાળુંઓની ભાવનાઓ સમજે છે, અને તેનું ધ્યાન રાખીને બોર્ડે સવાર અને સાંજની આરતીનાં લાઇવ દર્શનની પણ વ્યવસ્થા કરી છે, દરરોજ બંને આરતીનાં લાઇવ દર્શન કરી શકાશે.

આ દરમિયાન અમરનાથ શ્રાઇન બોર્ડનાં સીઇઓ નિતીશ્વર કુમારે કહ્યું કે છડી મુબારક 22 ઓગસ્ટનાં દિવસે પવિત્ર ગુફામાં પહોંચશે, તે સાથે જ રક્ષાબંધનનાં દિવસે અમરનાથ યાત્રાનું સમાપન થશે.