×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનામાં વળતર આપવા અમારી પાસે પૈસા નથી : સરકાર


મહામારીમાં મૃત્યુ પામેલાઓના પરિવારને રૃ. ચાર - ચાર લાખની સહાય આપવા કેન્દ્રનો સુપ્રીમમાં ઇનકાર

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ભૂકંપ, પૂર જેવી કુદરતી હોનારતો માટે જ વળતર આપી શકાય, કોરોનામાં નહીં

કોરોનાથી મૃત્યુ પામેલાઓેના પરિવારોને વળતર આપવું એ અમારા અને રાજ્યના ગજા બહારનું છે : કેન્દ્ર

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.૨૦

દેશમાં કોરોનાના કારણે અનેક પરિવારો રોજગારી છીનવાઈ જવાથી તેમજ પરિવારમાં કમાણી કરતી મુખ્ય વ્યક્તિના નિધનના કારણે નાણાકીય મુશ્કેલીમાં મુકાયા છે. આવા પરિવારોને આર્થિક વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં પોતાનો પક્ષ રજૂ કરતાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યોની નાણાકીય સ્થિતિ ખરાબ હોવાની સાથે કાયદાકીય જોગવાઈઓના પગલે કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને સરકાર રૂ. ૪-૪ લાખનું વળતર આપવા સક્ષમ નથી. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ પણ રજૂ કર્યું હતું.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પરિણામે સરકારો કોરોનાથી મોતને ભેટનારા લોકોના પરિવારોને રૂ. ૪-૪ લાખનું વળતર આપી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ માત્ર ભૂકંપ, પૂર જેવી પ્રાકૃતિક આપત્તિઓમાં જ વળતરની જોગવાઈ છે. એક બીમારીથી થતી મોતથી વળતર અપાય અને બીજી બીમારીથી નહીં તો તે સંપૂર્ણપણે ખોટું હશે. આથી કોરોના પીડિતોને ૪ લાખ રૂપિયાનું વળતર આપી શકાય તેમ નથી.

વધુમાં મંત્રાલયે જણાવ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ ૧૨ હેઠળ હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રત્યેક નાગરિક માટે અન્ન સલામતીના તાત્કાલિક પગલાં લઈને કેન્દ્ર સરકારે નાગરિકોને ઝડપી સુવિધા પૂરી પાડવા કેટલાક પગલાં લીધા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૩.૮૬ લાખથી પણ વધુ થયો છે. આવા સંજોગોમાં આટલા મોટા પ્રમાણમાં પરિવારોને આર્થિક સહાય આપવી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ક્ષમતા બહારની વાત છે.

કરની આવકમાં તીવ્ર ઘટાડા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર ખર્ચના પગલે કેન્દ્ર સરકાર નાણાં ખેંચ અનુભવી રહી છે અને કોરોનાના કારણે કેન્દ્ર તથા રાજ્યની સરકારો નાણાકીય સ્થિતિ પર ભારે દબાણ સર્જાયું છે. આવી સ્થિતિમાં જો કોરોના પીડિતોને વળતર આપવામાં આવશે તો છેવટે સ્વાસ્થ્ય અને જનકલ્યાણ કાર્યક્રમોના ખર્ચ પર જ અસર પડશે. કમનસીબે સરકાર પાસે સંશાધનો મર્યાદિત છે અને કોરોના પીડિતોને વળતરનો કોઈપણ વધારાનો બોજ અન્ય સ્વાસ્થ્ય અને કલ્યાણ યોજનાઓ માટે ઉપલબ્ધ ભંડોળની ખર્ચ પર અસર થશે. વધુમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર આપવાથી અન્ય કાયદાકીય ગૂંચો સર્જાઈ શકે છે.

વધુમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોનાના પ્રસાર અને અસરના કારણએ પ્રાકૃતિક આપત્તિઓ માટે વળતર લાગુ કરવું યોગ્ય નહીં હોય. તેને કોરોના મહામારીને પર લાગુ કરી શકાય નહીં. લોકોને વળતર આપવાની બાબતથી ભલું કરવાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.